ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:23 PM, 26 November 2025
ADVERTISEMENT
Bhachau Fake Notes : પૂર્વ કચ્છના કનૈયા-2 વિસ્તારથી સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે છેતરપિંડી કરનાર ત્રણ યુવાનોને ભચાઉ પોલીસે ઝડપ્યા છે. આરોપી સોશિયલ મીડિયા પર “સાચી ચલણી નોટો”ના વિડિયો અને તસવીરો બતાવી લોકો ને લલચાવતા હતા કે, એક લાખ આપશો તો ચાર લાખ પાછા મળશે. આકર્ષક ઑફર જોઈ કઈંક લોકો તેમના સંપર્કમાં આવતા હતાં અને તેમની જ આ લાલચનો લાભ લઈ આરોપીઓ છેતરપિંડી અંજામ આપી રહ્યા હતા.
ADVERTISEMENT

પોલીસને બાતમી મળી અને દબોચાયા ઇસમો
ADVERTISEMENT
આ તરફ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, આ ત્રણેય કબરાઉ તરફ સફેદ રંગની સ્વિફ્ટ કારમાં નીકળ્યા છે. માહિતીના આધારે ભચાઉ PI એ.એ. જાડેજાની દેખરેખમાં PSI ડી.જે. ઝાલા અને સર્વેલન્સ ટીમે તાત્કાલિક નાકાબંધી ગોઠવી વાહનને અટકાવ્યું. તપાસ કરતા કારમાં સવાર જમનશા ભચલશા શેખ (25), નશીરશા અકબરશા શેખ (22) અને યુનુસશા લતિફશા શેખ (19)ને પૂછપરછ બાદ ઝડપી લેવામાં આવ્યા.
આ પણ વાંચો : વાવાઝોડું આવશે! સાથે માવઠાનો ખતરો, કેવું રહેશે ગુજરાતનું હવામાન, વાંચો અંબાલાલની આગાહી
ADVERTISEMENT
આ તરફ તપાસ દરમિયાન ત્રણેયની પાસે થી મોટી માત્રામાં નકલી નોટોના બંડલા ઝડપાયાા, જેમાં “Indian Entertainment Bank” તથા “Children Bank of India” નામે લખાણ ધરાવતી ફેક નોટો સામેલ હતી. ઉપરાંત રૂ. 500ની 125 અસલી નોટો, સ્વિફ્ટ કાર, પાંચ મોબાઇલ ફોન અને ટ્રોલી બેગ મળી કુલ રૂ. 6,43,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ત્રણેય આરોપીઓના અગાઉ પણ અંજાર, પધ્ધર સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં જુદી–જુદી પ્રકારની ગુનાહિત હિસ્ટ્રી નોધાઈ ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT