ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાવાઝોડું આવશે! સાથે માવઠાનો ખતરો, કેવું રહેશે ગુજરાતનું હવામાન, વાંચો અંબાલાલની આગાહી

અંબાલાલ આગાહી / વાવાઝોડું આવશે! સાથે માવઠાનો ખતરો, કેવું રહેશે ગુજરાતનું હવામાન, વાંચો અંબાલાલની આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 01:56 PM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast : પશ્ચિમી વિક્ષેપો, બંગાળના ઉપસાગરમાં બનતી હવામાનિય સિસ્ટમો અને સૂર્યની દક્ષિણાવર્તી ગતિને કારણે રાજ્યમાં દિવસો-દિવસ હવામાન બદલાતું જોવા મળશે, અહીં જાણો તમામ માહિતી

ADVERTISEMENT

Ambalal Patel Forecast : રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડા અને માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિના સાથે હવામાનમાં મોટો પલટો જોવા મળવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પશ્ચિમી વિક્ષેપો, બંગાળના ઉપસાગરમાં બનતી હવામાનિય સિસ્ટમો અને સૂર્યની દક્ષિણાવર્તી ગતિને કારણે રાજ્યમાં દિવસો-દિવસ હવામાન બદલાતું જોવા મળશે.

નવેમ્બરના અંતિમ અઠવાડિયા ચક્રવાતની સંભાવના

બંગાળના ઉપસાગરમાં નવેમ્બરના અંતિમ સપ્તાહ દરમિયાન ચક્રવાત સર્જાવાની સંભાવના છે. પરંતુ આ ચક્રવાતનો ગુજરાત પર સીધો મોટો પ્રભાવ નહીં રહે એવી શક્યતા છે, તેમ છતાં આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં બદલાવ આવશે અને પવનના વેગમાં ફેરફારો સાથે વાદળી છવાઈ શકે છે।

પશ્ચિમી વિક્ષેપોના કારણે ઠંડીમાં ઉથલપાથલ

ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હળવા પશ્ચિમી વિક્ષેપો સક્રિય રહેશે. આ વિક્ષેપો જ્યારે ગુજરાત તરફ પ્રવેશ કરશે ત્યારે રાજ્યમાં ઠંડીમાં વધઘટ જોવા મળશે. સૂર્ય દક્ષિણાવર્તી જતા વર્ષની સૌથી ઠંડી ઋતુ નજીક આવે છે, અને વિક્ષેપો આવતા ઠંડીનો અસરકારક વધારો થશે.

ડિસેમ્બરમાં માવઠું

ડિસેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થશે. બંગાળના ઉપસાગરમાં ફરી એક હવામાનિય હલચલ સર્જાઈ શકે છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવના ઉભી થશે. જે વિસ્તારોમાં માવઠાની શક્યતા વધુ છે તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની સંભાવના છે. આ તરફ માવઠું થવાથી રવિ પાક પર અસર થઈ શકે છે, તેમજ પવનની દિશા અને ભેજના સ્તરમાં ફેરફારો જોવા મળશે.

આ પણ વાંચો : હવેથી શ્વાનને ખોરાક આપ્યો તો...! ગુજરાતની જાણીતી યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય

નવેમ્બરના અંતથી લઈને ડિસેમ્બરના અંત સુધી ગુજરાતનું હવામાન અસ્થિર રહેશે. ક્યારેક ઠંડીમાં વધારો ક્યારેક વાદળછાયું વાતાવરણ અને માવઠાની શક્યતાઓ સહિતના આ તમામ પરિબળો એક સાથે હવામાનને બદલશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, ખેડૂતો અને સામાન્ય લોકોએ આગામી દિવસોમાં હવામાન અંગે સાવચેત રહેવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

weather Ambalal Patel forecast Farmers

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ