ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / હવે ભાવનગરથી ભરૂચ પહોંચાશે માત્ર 45 મિનિટમાં, અહીં બનશે ભારતનો લાંબો દરિયાઈ પુલ

ગુજરાત / હવે ભાવનગરથી ભરૂચ પહોંચાશે માત્ર 45 મિનિટમાં, અહીં બનશે ભારતનો લાંબો દરિયાઈ પુલ

Published By: Nidhi Panchal

Last Updated: 07:42 PM, 29 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ગુજરાતના વિકાસને રોકેટ ગતિ આપવા માટે એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપી છે. દુનિયાનો સૌથી ઊંચો ચિનાબ બ્રિજ સફળતાપૂર્વક બનાવ્યા બાદ, હવે કેન્દ્ર સરકાર ખંભાતના અખાત પર ભારતનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ બનાવવા જઈ રહી છે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયથી ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો અધ્યાય જોડાશે. ખંભાતના અખાત પર ભારતનો સૌથી લાંબો પુલ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાત પર ૩૦ કિલોમીટર લાંબો ભવ્ય દરિયાઈ પુલ બનાવવામાં આવશે. આ બ્રિજ માત્ર ઈજનેરી કૌશલ્યનો નમૂનો નહીં હોય, પરંતુ તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી એક મજબૂત કડી સાબિત થશે. વર્ષોથી લોકો જે સુવિધાની રાહ જોઈ રહ્યા હતા, તે સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે.

bridge

કલાકોની સફર હવે મિનિટોમાં: ભાવનગરથી ભરૂચ માત્ર ૪૫ મિનિટમાં

આ બ્રિજ બની ગયા બાદ સૌથી મોટો ફાયદો મુસાફરો અને વાહનચાલકોને સમયની બચતમાં થશે. હાલમાં ભાવનગરથી ભરૂચ જવા માટે રોડ માર્ગે લાંબો ફેરો કરવો પડે છે, જેમાં અંદાજે ૭ થી ૮ કલાક જેટલો લાંબો સમય વેડફાય છે. પરંતુ આ નવો દરિયાઈ બ્રિજ બનવાથી ભાવનગરથી ભરૂચની મુસાફરીનો સમય ૭-૮ કલાકથી ઘટીને માત્ર ૪૫ મિનિટનો થઈ જશે! હા, બ્રિજ બની ગયા બાદ ભાવનગરથી ભરૂચનું અંતર માત્ર ૪૫ મિનિટમાં જ કાપી શકાશે, જેનાથી કરોડો રૂપિયાના ઈંધણની પણ બચત થશે.

વેપાર, ઉદ્યોગ અને પર્યટનને મળશે મોટો વેગ

આ ૩૦ કિલોમીટર લાંબો દરિયાઈ બ્રિજ બનવાથી ગુજરાતના વેપાર, ઉદ્યોગ અને પર્યટનને ખૂબ જ મોટો વેગ મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લાખો લોકોને વર્ષોની ટ્રાફિક અને લાંબા અંતરની મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ મળશે. ઉદ્યોગો માટે માલસામાનની હેરફેર ઝડપી બનશે, જેથી પ્રોડક્ટિવિટી વધશે. આ ઉપરાંત, દરિયાઈ પ્રવાસન (Coastal Tourism) ને પણ આનાથી ભારે પ્રોત્સાહન મળશે, જેના કારણે સ્થાનિક રોજગારીની નવી તકો ઉભી થશે.

આ પણ વાંચો : હવે રિક્ષામાં બેસવું મોંઘુ પડશે! કરાયો ભાડામાં વધારો, પરંતુ સરકારની મંજૂરી વિના

જામનગર-ભાવનગર-ભરૂચ હાઈ-સ્પીડ કોરિડોર

આ પ્રોજેક્ટ માત્ર બે શહેરો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનું કનેક્ટિવિટી નેટવર્ક ઘણું મોટું છે. આ નવી કનેક્ટિવિટી જામનગર-ભાવનગર-ભરૂચ હાઈ-સ્પીડ કોરિડોરનો મુખ્ય ભાગ બનશે. આ હાઈ-સ્પીડ કોરિડોર કાર્યરત થતાં જ સમગ્ર ગુજરાતના આર્થિક વિકાસને એક નવી ઊંચાઈ મળશે. કેન્દ્ર સરકારની આ યોજના આવનારા સમયમાં ભારતની પ્રગતિનું મોડેલ બનવા જઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khambhat Gulf Bridge Longest Sea Bridge Bharuch Bridge

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ