ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કોઈને કહીશ તો...', કેશોદમાં પિતા બન્યો હેવાન! દીકરી 12 વર્ષની હતી ત્યારથી જ નરાધમ આચરતો દુષ્કર્મ

અંધેર યુગ / 'કોઈને કહીશ તો...', કેશોદમાં પિતા બન્યો હેવાન! દીકરી 12 વર્ષની હતી ત્યારથી જ નરાધમ આચરતો દુષ્કર્મ

Published By: Nidhi Panchal

Last Updated: 10:02 AM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢના કેશોદ ગામમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાની 12 વર્ષીય દીકરી પર વર્ષો સુધી દુષ્કર્મ આચર્યું. આ દુઃખદ અને જઘન્ય કિસ્સો દુનિયાભરના પરિવાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

ADVERTISEMENT

એક દિકરી માટે તેના પિતા સુપરહિરો હોય છે. એવું કહેવાય છે કે, દિકરીઓ માટે પિતા વાહલાં હોય છે અને દીકરા માટે માતા. પરંતુ આજના સમયમાં એવા કિસ્સા સામે આવે છે, જેને જોતા એક સમય માટે સગા પિતા પર પણ વિશ્વાસ રાખવો એક મોટો પ્રશ્ન બની ગયો છે. ગુજરાતના જૂનાગઢમાં એક એવો શરમજનક કિસ્સો સામે આવ્યો છે.

rape-simple

જુનાગઢના કેશોદ ગ્રામ્ય પંથકમાં એક અત્યંત દુઃખદ અને શર્મજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પિતાએ પોતાની સગી દીકરી પર ઘણા વર્ષોથી દુષ્કર્મ આચર્યું. આ ઘટનાની ઘાતકતા એ છે કે આ ભયાનક કૃત્ય 12 વર્ષની ઉંમરથી શરુ થયું હતું. એક દિકરી માટે આ અત્યંત દુઃખદ વાત બની છે, જયારે તેના સગા પિતા જ દુષ્કર્મ કરી રહ્યા હતા.

એકલતાનો ફાયદો...

પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર, 12 વર્ષીય દીકરીની સાથે પિતા તેના ઘરની એકલતા અને વિશ્વાસનો દુરુપયોગ કરીને આ કૃત્યો કરતો હતો. પિતાએ ઘરમાં જ્યારે પણ અન્ય કોઈ ન હોય ત્યારે દીકરીને દુષ્કર્મનો શિકાર બનાવ્યો. બીજાં ઘરના સભ્યોને ખબર ન પડે, તે માટે પિતાએ દીકરીને ધમકી આપી હતી કે, "આ વાત કોઈને કહેશે તો, હું તારી માતા અને બહેનને પણ જાનથી મારી નાખીશ."

rape-simple-3

આ દુષ્કર્મની ઘટનાને છુપાવતી રહેલી દીકરીએ છેલ્લા મહીનાઓમાં પોતાની ચુપ્પી તોડી અને પોતાનું દુઃખ તેની માતા અને સગા સંબંધીઓને કહ્યું. ત્યારબાદ, માતા અને સંબંધીઓએ આ અંગે જાણી ચૂક્યાં અને સમગ્ર મામલો બહાર આવ્યો.

આ પણ વાંચો : VIDEO : પહેલગામ નરસંહાર ! અમદાવાદના ઋષિ ભટ્ટને રોપવે રાઈડ પર ધકેલીને ઓપરેટેરે કર્યું ખૌફનાક કામ, પછી તરત ફાયરિંગ

અંતે, દીકરીએ પોતાના પિતાને વિરૂદ્ધ કેશોદ પોલિસ સ્ટેશિનમાં ફરિયાદ નોંધાવી, અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. પોલીસના અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને પિતાને ઝડપી પાડ્યો છે. હવે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat junagadh keshod

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ