બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / VIDEO : પહેલગામ નરસંહાર ! અમદાવાદના ઋષિ ભટ્ટને રોપવે રાઈડ પર ધકેલીને ઓપરેટેરે કર્યું ખૌફનાક કામ, પછી તરત ફાયરિંગ
Last Updated: 09:46 AM, 29 April 2025
પહેલગામની બૈસરન ખીણમાં આતંકીઓ જ્યારે પ્રવાસીઓ પર ગોળીઓ વરસાવી રહ્યાં હતા બરાબર ત્યારે ઉપર અમદાવાદના ઋષિ ભટ્ટ નામના શખ્સ ઝિપલાઈન રાઈડની (બે પહાડો વચ્ચે સરકતા પટ્ટાની રાઈડ) મજા માણી રહ્યાં હતા પરંતુ હવે આ ઝિપલાઈન ચલાવનાર વિશે કેટલીક વિસ્ફોટક જાણકારી સામે આવી છે.
ADVERTISEMENT
Another video of Pahalgam victim
— Hindutva Knight (@HPhobiaWatch) April 28, 2025
A Local Kashmiri on ropeway said "Allah-Akbar" 3 times before pushing Rishi Bhatt down where Terrorists were hiding
But this incident has no religion pic.twitter.com/eo9WnbsL9X
કોણ છે ઝિપલાઈન ઓપરેટર
ADVERTISEMENT
ઋષિ ભટ્ટને ઝિપલાઈન રાઈડ કરાવનાર ઓપરેટર કાશ્મીરનો સ્થાનિક યુવાન છે પરંતુ હુમલામાં તેની સંદિગ્ધ ભૂમિકા સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મલા વખતે ઋષિ જ્યારે ઝિપલાઈન પર હતો ત્યારે નીચે ફાયરિંગ થઈ રહ્યું હતું અને ઝિપલાઈન ઓપરેટેરે ઋષિને સલામત સ્થળે જવાનું કહેવાને બદલે ઝિપલાઈન રાઈડ પર ધકેલ દીધો હતો અને પછી 3 વાર અલ્લાહ હૂ અકબર બોલીને ચૂપચાપ ઊભો રહ્યો હતો જાણે તેને હુમલાની ખબર હોય તેવું વર્તન કર્યું હતું, સવાલ એ છે કે રાઈડ ઓપરેટરે હુમલાની વચ્ચે ઝિપલાઈન રાઈડ પર કેમ ધકેલ્યો, શું તેને હુમલાની ખબર હતી.
હુમલા પર ઋષિએ શું કહ્યું
ADVERTISEMENT
હુમલા પર બોલતાં ઋષિએ કહ્યું કે આતંકવાદીઓએ સૌથી પહેલા લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું અને ગોળી મારી હતી અને તે પોતે માંડ બચી ગયો. હુમલા સમયે હું છ ફૂટના અંતરે હતો અને મારી સામે બે લોકોને તેમનો ધર્મ પૂછ્યો અને પછી ગોળી મારી દીધી હતી. 'નીચે કેવી રીતે ગોળીબાર થઈ રહ્યો હતો તેના વિશે મને 20 સેકન્ડ પછી ખબર પડી કે આ આતંકવાદી હુમલા છે. પાંચ આતંકવાદીઓ આર્મી યુનિફોર્મમાં હતા, તેમના ચહેરા ઢંકાયેલા હતા અને તેઓ લોકોને ધર્મ પૂછી પૂછીને ગોળી મારતાં રહ્યાં હતા.
હુમલામાં 26 પ્રવાસીઓની હત્યા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણ એરિયામાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની અત્યંત ઘાતકી હત્યા કરી નાખી હતી. સેનાની વર્દીમાં આવેલા 5 આતંકીઓએ ખીણને લોહીલુહાણ કરી નાખી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.