બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મનપાની ચૂંટણી વચ્ચે હાર્ટએટેક આવતાં આ ઉમેદવારનું થયું અવસાન, મતદાન દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો
Last Updated: 09:03 AM, 27 April 2026
Gujarat Local Election 2026 : જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું અચાનક અવસાન થયું છે. તેઓ મનપાના વોર્ડ નંબર 3માંથી ચૂંટણી લડી રહ્યા હતા, અને તેમના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT
જામનગર મનપાની ચૂંટણી વચ્ચે દુઃખદ સમાચાર, વોર્ડ નંબર-3ના AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકને કારણે અવસાન #Jamnagar #AAP #BreakingNews #ElectionNews #TragicNews #HeartAttack #GujaratNews #RIP #Gujarat #GujaratiNews #VTVDigital pic.twitter.com/9aIWfpJT10
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 27, 2026
શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ મતદાનની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે નરેન્દ્રસિંહ જાડેજાને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ તરફ અચાનક બનેલી ઘટનાએ રાજકીય વર્તુળો સહિત સામાન્ય નાગરિકોને પણ સ્તબ્ધ કરી દીધા છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : રાજ્યના આ ગામમાં આજે ફરી યોજાઇ રહ્યું છે મતદાન, કારણ ચોંકાવનારું
ચૂંટણીના માહોલ વચ્ચે આવી ઘટના બનતા મતદારો અને કાર્યકરોમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. નરેન્દ્રસિંહ જાડેજા સ્થાનિક સ્તરે સક્રિય અને લોકપ્રિય ચહેરા તરીકે ઓળખાતા હતા, અને તેમના અચાનક નિધનથી સમર્થકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.