બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યના આ ગામમાં આજે ફરી યોજાઇ રહ્યું છે મતદાન, કારણ ચોંકાવનારું
Last Updated: 08:54 AM, 27 April 2026
Gujarat Local Election : સુરેન્દ્રનગર જિલ્લાના જેપર ગામમાં આજે ફરીથી મતદાન યોજાઈ રહ્યું છે. વાસ્તવમાં અગાઉના મતદાન દરમિયાન ટેકનિકલ ખામીઓ સર્જાતા મતદાન પ્રક્રિયા પ્રભાવિત થઈ હતી, જેના કારણે ફરી મતદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરના જેપર ગામે આજે પુનઃ મતદાન #GujaratElections #Democracy #VotingFestival #LocalElections #IndiaPolitics #Election2026 #BreakingNews #સ્થાનિકસ્વરાજચૂંટણી #સ્થાનિકસ્વરાજચૂંટણી2026 #SthanikSwarajElection2026 #SthanikSwarajElection #Gujarat #Gujaratinews #VTVDigital pic.twitter.com/PLLsSwVt0g
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 27, 2026
શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
વિગતો મુજબ જેપર ગામના મતદાન મથક નંબર 4/5 પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીન (EVM)ના કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU)માં ખામી સર્જાઈ હતી. આ ખામીને કારણે મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ આવ્યો હતો અને અનેક મતદારોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારીએ તાત્કાલિક રાજ્ય ચૂંટણી આયોગને માહિતી આપી અને યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચો : જસદણના બાખલવડના તળાવમાં ડૂબવાથી 4 બાળકોના મોત, ચપ્પલ,કપડાં અને સાયકલ મળી આવી
આ તરફ રાજ્ય ચૂંટણી આયોગે આ મામલે ગંભીરતા દાખવી અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે પુનઃ મતદાનને મંજૂરી આપી હતી. આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેથી દરેક મતદારોને પોતાનો મત આપવાની સમાન તક મળી રહે. આ વખતનું મતદાન જેપર ગામની નવી પ્રાથમિક શાળામાં સ્થિત મતદાન કેન્દ્ર પર યોજાઈ રહ્યું છે. તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી મતદાન શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે પૂર્ણ થઈ શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.