બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / Gujarat in 4 died in 5 accidents Banaskantha Two were killed when two bikes collided head

VIDEO / 25 હજાર વૉલ્ટની ચપેટમાં આવતા બચ્યો ટ્રેક્ટર ચાલક, ગુજરાતમાં અકસ્માતની 5 ઘટનામાં 4ના મોત

Dinesh

Last Updated: 03:49 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સુરત, આણંદ, જામનગરમાં તેમજ બનાસકાંઠામાં અકસ્માતની ઘટનાઓ બની છે. બનાસકાંઠાના ધાનેરાના ધણોધર ગામ પાસે 2 બાઇક આમને સામને ટકરાતા બેના મોત થયા છે

રોજ બરોજ અકસ્માતની ઘટના વધતી જાય છે. ત્યારે આજે સુરત, આણંદ, જામનગરમાં તેમજ બનાસકાંઠામાં અકસ્માતની ઘટનાઓ બની છે. વિગતે જણાવીએ તો ઉમરેઠમાં એક્સીસ બેન્ક નજીક ટ્રકની અડફેટે બાઇક ચાલક આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસ સ્ટેન્ડ પાસેના અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. તથા અન્ય બાઇક સવારને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો છે. મૃતક બાઇક સવાર ઉમરેઠના ખાનકુવા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત

સુરતના દાસ્તાન ફાટક પાસે એસટી બસ રિક્ષા વચ્ચે અકસ્માત થયો. સુરતથી બારડોલી જતી એસટી બસે અને રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષા ચાલકને ઇજા થતા તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડાયો. એસટી બસનો ડ્રાઇવર અકસ્માત કરી ઘટના સ્થળેથી ફરાર થયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

સુરતમાં કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત
સુરતમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. કરણ પાટિયા પાસે ­ કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. અમદાવાદ મુંબઇ હાઇવે પર કારને ટેન્કર ચાલકે ટક્કર મારી હતી. ટેન્કરચાલકે કારને ટક્કર મારતા કાર પાસેના નાળામાં ખાબકી હતી. અકસ્માત સર્જાતા સ્થાનિકો કારચાલકની વ્હારે આવ્યા હતા. સ્થનિકોએ કારચાલકને સહી સલામત બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરમાં રેલવે ફાટક વચ્ચે ટ્રેકટર ફસાયું

ખંભાળિયા જામનગરમાં રેલવે ફાટક વચ્ચે ટ્રેકટર ફસાયું હોવાની ઘટના સામે આવી છે. ફાટક ખૂલવા સમયે નીકળવા જતાં ટ્રેકટર ફાટક સાથે અથડાઇ ગયું હતું. 25000 વોટના વીજ વાયર પર ફાટક તૂટીને પડયુ. જેથી આશરે 1 કલાક સુધી રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો હતો. રેલવે વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતથી રસ્તા પર પણ ટ્રાફિક જામ થયો હતો. જો કે વીજ પ્રવાહ સાથે અથડાયા છતાં  ટ્રેકટરચાલકનો ચમત્કારી બચાવ થયો હતો.

વાંચવા જેવું: રૂપાલા સામે કોંગ્રેસ ઉતારશે દિગ્ગજ ઉમેદવાર, 3 સંભવિત નામમાંથી એક ફાઇનલ, ભાજપ ટેન્શનમાં

બનાસકાંઠામાં અકસ્માતની 2 ઘટના

બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં વિવિધ સ્થળો પર 2 અકસ્માતની ઘટના બની. જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. બનાસકાંઠાના ધાનેરાના ધણોધર ગામ પાસે 2 બાઇક આમને સામને ટકરાઇ હતી. 2 બાઇક આમને સામને અથડાતાં બન્ને ચાલક યુવકનાં મોત થયા. બીજી બાજુ ડીસાના વડાવાળ ગામ પાસે નાળામાં બાઇક ખાબકતાં યુવકનું મોત થયું. બાઇક સ્લીપ થયા બાદ નાળામાં ખાબકેલા યુવકનું પણ મોત નીપજ્યું. જિલ્લામાં અકસ્માતની ઘટનામાં 3 યુવકનાં મોત થતાં મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ