બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને આપી રાહત, ધરપકડ પરનો સ્ટે 23 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો

અમદાવાદ / ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને આપી રાહત, ધરપકડ પરનો સ્ટે 23 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો

Ajitsinh Jadeja

Last Updated: 07:57 PM, 9 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dewayat Khavad: ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને હંગામી રાહત આપી છે.

Dewayat Khavad: ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને હંગામી રાહત આપી છે. દેવાયત ખવડની ધરપકડ પર લાગેલી રોક 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે. ચાંગોદર મારામારી કેસમાં હવે 23 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે.

દેવાયત ખવડે ચાંગોદરમાં થયેલી માથાકૂટ પછી આગોતરા જામીન અંગે અરજી કરી હતી. અગાઉ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી હતી. ચાંગોદરની ઘટના બાદ જામીન દરમિયાન તાલાલામાં માથાકૂટ પણ કરી હતી. જામીન દરમિયાન જ તાલાલામાં એક વ્યક્તિ પર હૂમલો કર્યો હતો. જિલ્લા સેશન્સ કોર્ટે શરતોના ભંગ બદલ જામીન રદ કર્યા હતા.

દેવાયત ખવડ સામે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં માથાકૂટ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ જેલમાં જવું પડ્યુ હતું. તેને અમદાવાદમાંથી શરતી જામીન મળ્યા હતા. જોકે જામીન પર છૂટ્યા બાદ તાલાલામાં એક યુવક પર હુમલો થયો. આ હુમલા બાદ અમદાવાદ કોર્ટમાં દેવાયત ખવડના શરતી જામીન રદ કરવાની અરજી કરવામાં આવી હતી અને અમદાવાદ કોર્ટે તેમના જામીન રદ કરી દીધા હતા.

જેને લઇ દેવાયત ખવડે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે 23 ફેબ્રુઆરી સુધી વચગાળાની રાહતને લંબાવી દીધી છે. ત્યાં સુધી દેવાયત ખવડને વચગાળાની રાહત મળી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 28 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી આવશે સાણંદ, જાણો શું છે કાર્યક્રમ, દેશને મળશે 'મોટી ગિફ્ટ'

કોણ છે દેવાયત ખવડ

દેવાયત ખવડ મૂળ દુધઈ ગામના રહેવાસી છે અને તેઓએ 1થી 7 ધોરણ સુધી દુધઈમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ માધ્યમિક શાળામાં ભણવા માટે દૂધરેજથી 4 કિલોમીટર દૂર સડલા ગામમાં ગયા હતા પણ તેમણે ભણવામાં બિલકુલ રસ નહોતો. ત્યારબાદ તેમણે ગાવાનું ચાલુ કર્યું હતું. તેઓ ઇશરદાન ગઢવીને ખૂબ જ સાંભળતા હતા અને તેમનામાંથી જ ગાવાની પ્રેરણા મળી હતી. ત્યારબાદ તેઓએ ડાયરામાં ડગ માંડ્યા હતા. દેવાયત ખવડે તેમના જીવનમાં ઘણી વધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ત્યારબાદ તેઓએ આજે આવું નામ બનાવી લીધું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police Gujarat High Court Dewayat Khavad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ