બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat High Court Ambaji Temple Trust Maharana Mahendrasinh Danta court

ટકોર / અંબાજી મંદિર, ગબ્બર સહિત 8 ગામો પર પોતાનો અધિકાર હોવાના મહારાજાના દાવા પર HCએ અંબાજી ટ્રસ્ટને આપી મોટી રાહત

Vishnu

Last Updated: 07:30 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી મંદિર,ગબ્બર સહીત 8 ગામો પર પોતાનો અધિકાર હોવાનો દાવો દાંતાના મહારાણા પૃથ્વીસિંહજીના વંશજ મહેન્દ્રસિંહે કોર્ટમાં કર્યો હતો.

  • અંબાજી ટ્રસ્ટની અરજી હાઇકોર્ટે માન્ય રાખી
  • દાંતાની સ્થાનિક કોર્ટને હાઈકોર્ટની ટકોર
  • "ટ્રસ્ટને સાંભળ્યા વિના આદેશ કરવો યોગ્ય નહીં"

અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટને હાઇકોર્ટે મોટી રાહત આપી છે, અને દાંતાની સ્થાનિક કોર્ટે ટ્રસ્ટને સાંભળ્યા વિના આદેશ કરવો યોગ્ય નથી તેવુ સૂચન કર્યું છે અને અંબાજી ટ્રસ્ટની અરજી હાઇકોર્ટે માન્ય રાખી છે. મહત્વનું છે કે દાંતાના મહારાણાએ અંબાજી મંદિર,ગબ્બર સહિત 8 ગામો પર પોતાનો અધિકાર હોવાનો દાવો પેસ કરી દિવાની અરજી કોર્ટમાં રજૂ કરી હતી. મહારાણા પૃથ્વીસિંહજીના વંશજ મહેન્દ્રસિંહ સમગ્ર મામલાને કોર્ટમાં લઈ ગયા છે. ત્યારે દાંતાની સ્થાનિક કોર્ટને હાઈકોર્ટે ટકોર કરી છે કે અંબાજી ટ્રસ્ટને સાંભળ્યા વગર આદેશ કરવા યોગ્ય નથી.

SCમાં હાર્યા બાદ પણ મહારાણાએ સિવિલ કોર્ટમાં કર્યો હતો કેસ
મહારાણા પૃથ્વીરાજસિંહજીએ 1948માં કેન્દ્ર સરકાર સાથે જોડાણ એગ્રીમેન્ટ કરીને સમગ્ર સત્તા કેન્દ્રને સોંપી હતી. જે બાદ સરકારે આ જગ્યાનો વહીવટ અંબાજી ટ્રસ્ટને સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં હાર્યા બાદ પણ મહારાણાએ સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો કે અંબાજી મંદિર,ગબ્બર સહીત 8 ગામો પર પોતાનો અધિકાર દાંતાના મહારાણાનો છે જેથી અંબાજી મંદિરના દાનનો હિસાબ પણ મહારાણાને આપવામાં આવે.

આઝાદી પહેલા અંબાજી મંદિરનો વહીવટ દાંતા રાજ દરબારથી થતો હતો
અંબાજી ધામ દાંતા સ્ટેટમાં આવતું હોવાથી આઝાદી અગાઉ મંદિરનો વહીવટ દાંતા રાજ્ય હસ્તક હતો અને તે વખતે મંદિરને અર્પણ થતું હીરા ઝવેરાત સોના, ચાંદી અને રોકડનું દાન 8 ગદર્ભ પર ભરીને દાંતા રાજ મહેલમાં લવાતું હતું. જોકે આઝાદી બાદ રજવાડાઓનું વિભાજન થતા સને 1960માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંદિરના વહીવટ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. જેમાં માતાજીની પાવડી પૂજા અને દર્શનનો અધિકાર દાંતા સ્ટેટ પાસે હોવાનું દાંતા સ્ટેટના યુવરાજ રિધ્ધિસિંહજીએ કહ્યું હતું.

શું છે લોકવાયકાઓ?
દાંતા રાજવી પરિવાર માં અંબાના પરમ ભક્ત માનવામાં આવે છે. એક લોકવાયક અનુસાર આરાસુરમાં માં અંબાના બેસણા આદિ અનાદિ કાળથી છે. જેમાં ગબ્બર ગઢ માતાજીનું મૂળ સ્થાનક મનાય છે અંબાજી મદિરમાં વિષાયંત્રની પૂર્જા અર્ચના કરવામાં આવે છે. આ મંદિરનો જીર્ણોધ્ધાર દાંતાના રાજા જશરાજસિંહ પરમારે વિક્રમ સંવત 1842માં કરાવ્યો હતો. વર્ષો અગાઉ દાંતા રાજા પોતાના તાબાના 552 ગામડાઓની પરિક્રમાએ નીકળ્યા હતા.ત્યારે રાજા જશરાજસિંહને માતાજીએ દર્શન આપ્યા હતા અને રાજાને પરત ફરતી વખતે પાછળ જોવાની ના પાડી હોવા છતાં રાજા પાછળ જોતા માતાજીનો રથ ગબ્બર પર રોકાઈ ગયો હતો. જેની સાક્ષી સ્વરૃપે આજે પણ ગબ્બર પર માતાજીના રથના પૈડાના નિશાન જોવા મળે છે. જોકે ગબ્બર પર ચાલતી અખંડ જ્યોત ને લઈને પણ લોકવાયકા રહેલી છે. પહેલાના જમાનામાં વીજળીની સુવિધા ના હોઈ દૂર દૂરથી માતાજીના દર્શને આવતા લોકોને જ્યોત થકી માતાજીનું સ્થાનક દેખાય આવે તે માટે વર્ષો પહેલા પ્રગટાવેલ અખંડ જ્યોત વર્ષોના વર્ષોથી પ્રજ્વલિત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ