ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વાવાઝોડું આવી રહ્યું છે ગુજરાત તરફ? તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ જાહેર

હવામાન / વાવાઝોડું આવી રહ્યું છે ગુજરાત તરફ? તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ જાહેર

Published By: Nidhi Panchal

Last Updated: 03:09 PM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પર ફરી વરસાદી ખતરો! શું ફરી એકવાર ખેડૂતોએ નુકસાન સહન કરવાનું રહેશે? અરબ સાગર અને બંગાળની ખાડીની બે સિસ્ટમ મળીને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે એવી આગાહી.

ADVERTISEMENT

ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી પાંચથી છ દિવસ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમ હાલમાં સક્રિય બની ગઈ છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સિસ્ટમનો મોટો પ્રભાવ જોવા મળી શકે છે.

surat varsad

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબ સાગરમાં હાલ એક ડિપ્રેશન સક્રિય છે, જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ ડિપ્રેશન ગુજરાતથી આશરે 700 કિમી દૂર છે અને તે લગભગ 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હાલ ગુજરાતના તમામ બંદરોએ ભયસૂચક સિગ્નલ લગાવી દીધા છે જેથી માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

Deesa-Varsad

હવામાનની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ તાજા અપડેટમાં જણાવ્યું છે કે અરબ સાગર પર 14.0°N અક્ષાંશ અને 70.6°E રેખાંશની નજીક ડિપ્રેશન કેન્દ્રિત છે. તે પંજી (ગોવા)થી લગભગ 380 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં, અમીનીદિવી (લક્ષદ્વીપ)થી 400 કિમી ઉત્તરપશ્ચિમમાં અને મેંગલોર (કર્ણાટક)થી 480 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં સ્થિત છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની શક્યતા છે.

ખાડી પર પણ લો પ્રેશર

બીજી બાજુ, બંગાળની ખાડી પર પણ લો પ્રેશર સક્રિય છે, જે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ 25 ઓક્ટોબર સુધીમાં વધુ તીવ્ર બનશે અને 26 તારીખે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યાર બાદ 27 ઓક્ટોબરે આ સિસ્ટમ વાવાઝોડા (Cyclonic Storm)નું સ્વરૂપ ધારણ કરશે. એટલે ગુજરાત પર એક તરફ અરબ સાગરની સિસ્ટમ અને બીજી તરફ બંગાળની સિસ્ટમનો પ્રભાવ જોવા મળી શકે છે.

vtv app promotion

હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ

હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાએ ચારથી આઠ ઇંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો : VIDEO : ચાલુ કારે ફટાકડા ફોડીને જાહેર રસ્તા પર ફેંક્યા, નબીરાએ રીલ પણ બનાવી

ખાસ કરીને ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં હવામાન અસ્થિર રહેશે, તેથી પાક કાપણી અથવા ખુલ્લા ખેતરોમાં ધાન્ય રાખવાનું ટાળવું. બંને સમુદ્રની સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyclonic Storm Arabian Sea Depression Gujarat Weather Update

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ