બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat health department coronavirus update 5 March 2021
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 405 દર્દીઓ સાજા થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત અમદાવાદમાં થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 40 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે.
અત્યાર સુધીમાં કુલ 4413 દર્દીના કોરોનાથી થયા મોત
ADVERTISEMENT
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,64,969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4413 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 2858 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.33 ટકા થયો છે.
મહાનગરોમાં ફરીવાર ચિંતા વધી
ADVERTISEMENT
કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. આજે ઘણા લાંબા સમય બાદ 500થી વધુ કેસ નોંધાતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં 113 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 101 કેસ, ગ્રામ્યમાં 9, વડોદરા શહેરમાં 90 કેસ, જ્યારે ગ્રામ્યમાં 13, રાજકોટ શહેરમાં 46 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં આજે રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા
ADVERTISEMENT
આપને જણાવી દઇએ કે, રાજ્યના સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 113 તથા ગ્રામ્યમાં 2 કેસ નોંધાતા ચિંતા વધી છે.
12,37,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
ADVERTISEMENT
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 12,37,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 2,90,011 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા જ શહેરોમાં કોરોનાના કેસ વધ્યા
ADVERTISEMENT
ગુજરાતમાં 6 મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી પહેલા જ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હતો. જોકે નેતાઓની સભામાં અને પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો, ભીડ ભેગી કરી અને હવે શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.
કોરોનાની નવી પેટર્નને લઈ ડૉ.વસંત પટેલે વ્યક્ત કરી ચિંતા
ડૉ.વસંત પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ વધી શકે છે. આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન લોકોને ડૉ.વસંતે અપીલ કરી છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓએ નિયમોનો ભંગ કરતા દેખાયા છે. લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.