બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat health department coronavirus update 25 november 2020 Gujarat

ચિંતા / ગુજરાતમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, આજે નોંધાયા અત્યાર સુધીના સૌથી વધુ કેસ, કુલ મોત 4000ની નજીક

Published By: Kavan

Last Updated: 08:48 PM, 26 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્થિતિ પશ્ચિમ વિસ્તારમાં વધુ વણસી છે કારણ કે, શહેરના મોટાભાગના કેસ અહીં નોંધાયા છે. ત્યારે  આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1540 કેસ નોંધાયા છે.

  • ગુજરાતમાં આજે સૌથી વધુ 1540 નવા કેસ
  • 1283 દર્દીઓ થયાં સાજા
  • કુલ કેસનો આંકડો 2,01,949 પર પહોંચ્યો

નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1283 દર્દીઓ સાજા થયાં હતા. આજે 14 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3906 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં હાલમાં 14287 એક્ટિવ કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14287 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ  90.99 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 91,469 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,480,789 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં છેલ્લા 5 દિવસ દરમિયાન 1500થી વધુ કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં છેલ્લાં 5 દિવસમાં સરેરાશ 1500થી વધુ કેસ
તારીખ કેસ સાજા મોત
2020-11-21 1515 1271 9
2020-11-22 1495 1167 13
2020-11-23 1487 1234 17
2020-11-24 1510 1286 16
2020-11-25 1540 1283 14
કુલ 7547 6241 69

અમદાવાદ જિલ્લામાં 349 કેસ આવતા ચિંતા વધી 

આજે અમદાવાદ શહેરમાં 326, અમદાવાદ જિલ્લામાં 23, સુરત શહેરમાં 221, સુરત જિલ્લામાં 56, વડોદરા શહેરમાં 128, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 69, રાજકોટ જિલ્લામાં 58,ગાંધીનગર શહેરમાં 42, ગાંધીનગર જિલ્લામાં 39 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ બંન્ને શહેરોમાં 1700થી વધુ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થયું છે. 

  અમદાવાદ સુરત
તારીખ કેસ મોત કેસ મોત
2020-11-21 373 5 262 2
2020-11-22 341 8 266 2
2020-11-23 344 13 270 1
2020-11-24 347 12 286 3
2020-11-25 349 10 277 2
કુલ 1754 48 1361 10

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત 

25/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 349
સુરત 277
વડોદરા 169
ગાંધીનગર 81
ભાવનગર 19
બનાસકાંઠા 57
આણંદ 20
રાજકોટ 127
અરવલ્લી 6
મહેસાણા 45
પંચમહાલ 27
બોટાદ 8
મહીસાગર 18
ખેડા 30
પાટણ 49
જામનગર 44
ભરૂચ 26
સાબરકાંઠા 21
ગીર સોમનાથ 9
દાહોદ 16
છોટા ઉદેપુર 5
કચ્છ 19
નર્મદા 4
દેવભૂમિ દ્વારકા 6
વલસાડ 3
નવસારી 7
જૂનાગઢ 20
પોરબંદર 4
સુરેન્દ્રનગર 20
મોરબી 24
તાપી 4
ડાંગ 0
અમરેલી 26
અન્ય રાજ્ય 0

વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન

વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન આપ્યુ હતું કે, વેક્સિનને લઈને તબીબોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને હાલ વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. દરરોજના 20 તંદુરસ્ત યુવકો પર વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવશે. એક મહિનામાં 2 વાર વેક્સિનનો પ્રયોગ આ યુવકો પર કરવામાં આવશે જેના માટે સ્વયંસેવકો જાતે જ આગળ આવી રહ્યા છે. 

ગુજરાતમાં બહારથી આવતા લોકો માટેના ટેસ્ટ અંગે નિવેદન 

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવેશ માટે ટેસ્ટ ફરજિયાતનો નિર્ણય લેવાયો નથી અને જેમને બહાર જવું છે તેમના વિનામુલ્યે કોરોનાના એન્ટીજન ટેસ્ટ થાય છે. રાજ્યનો નાગરિક બહાર જવાનો હોય કે ન જવાનો હોય તે પોતાના માટે થઇને આ ટેસ્ટ ફ્રીમાં કરાવી શકે છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા અન્ય રાજ્યો કરતા ઓછી છે અને મહારાષ્ટ્ર જેવી વ્યવસ્થા ગુજરાતમાં ઉભી નહીં કરાય.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat health department gujarat અમદાવાદ કોરોના વાયરસ ગુજરાત મહામારી coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ