ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Health Department Additional Chief Secretary Manoj Agarwal statement on Omicron variant

સાવચેતી / ઓમિક્રોનથી અલર્ટ : ભારતમાં 2 કેસ નોંધાતા ગુજરાત સરકાર દોડતી થઈ, સિવિલમાં 1200 બેડની હોસ્પિ. રિઝર્વ

Published By: Hiren

Last Updated: 07:03 PM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં હાલ ઓમિક્રોન નામના કોરોનાના નવા વેરિયન્ટનો હાહાકાર છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા આ વાયરસે ફરી દુનિયાને સંકટમાં મુકી દીધી છે. ત્યારે ભારતમાં નવા વેરિયન્ટના 2 કેસ નોંધાતા ગુજરાત સરકાર અલર્ટ મોડ પર આવી ગઇ છે.

ADVERTISEMENT

  • ગુજરાતના ઇન્ટનેશનલ એરપોર્ટ પર સાવચેતી રાખવામાં આવી રહી છેઃ મનોજ અગ્રવાલ
  • કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ, કેન્દ્ર સરકારે કહ્યું-18 જિલ્લા ચિંતાજનક
  • જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોન વેરિયન્ટ દર્દી નોંધાયો

ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસનો મામલે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઓમીક્રોન વેરિઅન્ટના ભારતમાં બે કેસને લઇ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. આ વેરિયન્ટ અન્ય વેરિયન્ટ કરતો જુદા પ્રકારનો છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને સાવચેતી માટે માહિતી આપી છે. ગુજરાતના ઇન્ટનેશનલ એરપોર્ટ પર સાવચેતી રાખવામાં આવી રહી છે.

વધુમાં તેમણે કહ્યું કે, જુદા જુદા જિલ્લામાં આઇસોલેટેડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. દરેક શહેરમાં એક હોટેલમાં આઇસોલેટેડ સેન્ટર ઉભા કરવામાં આવશે. ઓક્સિજન, દવાનો જથ્થો, RT-PCR ટેસ્ટિંગ ધ્યાન આપી રહ્યા છીએ.

વધુમાં તેમણે કહ્યું કે, વાયબ્રન્ટ બાબતે ગયેલા અધિકારીઓનાને પણ નિયમ લાગુ પડશે. વાયબ્રન્ટની રોડ શો માટે યુરોપ ગયેલા અધિકારીઓનું ટેસ્ટિંગ થશે. જરૂર પડશે તો આઇસોલેટેડ કરવામાં આવશે.

જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોન વેરિયન્ટ દર્દી નોંધાયો

મળતી માહિતી અનુસાર, જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોન વેરિયન્ટ દર્દી નોંધાયો છે. ગઈકાલે આફ્રિકાથી આવેલ દર્દી પોઝીટીવ જાહેર કરાયો છે. જીજી હોસ્પિટલમાંથી નમૂના પુણે લેબમાં મોકલાયા છે. ઓમિક્રોન વેરિયન્ટ છે કે નહીં તેની તપાસ હજુ ચાલુ છે. છેલ્લા એક મહિનામાં નોંધાયા 34 કોરોના દર્દીઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓમિક્રોનને લઇને કડક તપાસ કરવામાં આવી રહી છે. વિદેશી પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ કોવિડ હોસ્પિટલ રિઝર્વ કરાઈ: ડૉ. રાકેશ જોશી

અમદાવાદમાં ઓમિક્રોન વેરિઅન્ટ મુદ્દે તંત્રએ તૈયારીઓ તેજ કરી છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટના મતે બીજી લહેરની સરખામણીએ તંત્ર સચેત છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલ રિઝર્વ કરવામાં આવી છે. 350 વેન્ટિલેટર બેડ, 850 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડે તો સિવિલ મેડિસિટીમાં 3 હજાર બેડની ક્ષમતા કરવામાં આવશે. પ્રથમ અને બીજા વેવમાં જે સમસ્યા થઈ હતી તે સ્થિતિ નહીં સર્જાય. 20 હજાર લીટરની 2 ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ક્લાસ 1થી 4 સુધી તમામ સ્ટાફ ટ્રેનિંગ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

ઓમિક્રોનને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી મહત્વની માહિતી 

અત્યંત તકેદારી રાખવા છતા પણ ભારતમાં ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટની દસ્તક થઈ ચૂકી છે. ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે કે ભારતમાં ઓમિક્રોન આવી ચૂક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવાર પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુજબની માહિતી જાહેર કરી, જેનાથી દેશની ચિંતા વધી છે. 

ICMRના DG બલરામ ભાર્ગવે જણાવ્યું કે કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા સ્થાપિત 37 લેબોરેટરીના સંઘ દ્વારા કરવામાં આવેલા જિનોમ સિકવન્સિગના રિપોર્ટમાં બન્ને કેસ ઓમિક્રોન પોઝિટીવ આવ્યાં છે. તેમણે કહ્યું કે આપણે ડરવાની જરુર નથી પરંતુ એલર્ટ રહેવું પડશે. કોવિડ અનુરુપ વ્યવહાર અત્યંત અનિવાર્ય છે. 

કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ

લવ અગ્રવાલે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે. આ બન્ને કેસ કર્ણાટકમાં મળ્યાં છે. 66 વર્ષના એક વ્યક્તિ અને 46 વર્ષના બીજા વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યાં છે. તેમણે કહ્યું કે બન્ને વ્યક્તિઓમાં ઓમિક્રોનના હળવા લક્ષણો છે.

મહારાષ્ટ્ર અને કેરળમાં 18 જિલ્લા ચિંતાજનક

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ કરીને ખૂબ  મહત્વની માહતી આપી છે. મંત્રાલયના સચિવે કહ્યું કે 2 રાજ્યોમા 10 હજારથી વધુ એક્ટિવ કેસ છે તથા 55% દર્દીઓ મહારાષ્ટ્ર અને કેરળમાં છે. તેમણે કહ્યું કે 18 જિલ્લાઓ અમારી માટે ચિંતાનો વિષય-આરોગ્ય મંત્રાલય, અન્ય રાજ્યોમાં કેસ ઘટી રહ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું કે 9 રાજ્યોમા 1 હજારથી વધુ એક્ટિવ કેસ છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus gujarat omicron variant ઓમિક્રોન કોરોના વાયરસ ગુજરાત coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ