બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મકાનના રિવાઈઝ્ડ પ્લાન વખતે જમીનની N.A.નું બાકી પ્રીમિયમ જંત્રીના જૂના દરે વસુલવા સરકારની વિચારણા

ગાંધીનગર / મકાનના રિવાઈઝ્ડ પ્લાન વખતે જમીનની N.A.નું બાકી પ્રીમિયમ જંત્રીના જૂના દરે વસુલવા સરકારની વિચારણા

Published By: Mahadev Dave

Last Updated: 06:32 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારે જંત્રીના દર ડબલ કરી દીધા છે. આજના સમયમાં કોઈ વ્યક્તિ મકાન રિનોવેટ કરતા સમયે પ્લાન પાસ કરાવે અને બિનખેતીનું પ્રીમિયમ ભરે, તો જમીન કરતા જંત્રીના પ્રીમિયમની કિંમત વધી જાય છે.

ગુજરાતના 8 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ એક નવી સમસ્યાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. જે નાગરિકનું મકાન જર્જરિત થઈ ગયું હોય અને તેમણે નવું બનાવવું હોય તો રિવાઇઝ પ્લાન મંજૂર કરાવવા માટે મ્યુનિસિપાલિટીમાં જવું પડે છે. પ્રક્રિયા મુજબ પ્લાન પાસ કરાવવા માટે જમીન બિનખેતી થયેલી હોવી જરૂરી છે, અને જે તે સમયે જંત્રી પ્રમાણે પ્રીમિયમ ભરાયેલું હોવું જરૂરી છે. પરંતુ જો જે-તે સમયે જમીનનું બિનખેતીનું પ્રીમિયમ ન ભરાયું હોય તો તંત્ર દ્વારા હાલની જંત્રી મુજબ પ્રીમિયમ વસુલવામાં આવે છે. હવે નવા જંત્રી દર મુજબ જો પ્રીમિયમ વસુલવામાં આવે તો રકમ એટલી વધી જાય છે કે જગ્યાની કિંમત કરતા પ્રીમિયમ વધુ હોય છે. આના કારણે સામાન્ય નાગરિકો જંત્રીનું પ્રીમિયમ ભરી શક્તા નથી અને તેમને જૂના ખખડધજ મકાનોમાં જ રહેવાનો વારો આવે છે. પોતાની જ જમીન પર પોતાનું જ મકાન તોડીને નવું બનાવવાનું કામ થઈ શક્તું નથી. આ સમસ્યાથી નાગરિકોને રાહત મળે તે માટે સરકાર નવો નિયમ લાવવા વિચારણા કરી રહી છે. જે મુજબ જમીન જ્યારે બિનખેતી થઈ હોય, તે વખતની જતંર્ીનો દર વસુલવા મઅંગેનો કાયદો કરવા માટે સરકાર વિચારી રહી છે.

money_width-800 (1)

અમદાવાદના શાહપુરમાં રહેતા જયેશભાઈ શાહે 1980માં મકાન બનાવેલું હતું. આ મકાનને 43 વર્ષ થઈ જતાં તે જીર્ણ થઈ ગયું છે. આથી તેમણે નવું મકાન બનાવવાનું વિચાર્યું અને તે માટે તેમણે મકાનનો નવો પ્લાન બનાવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મૂક્યો.તો તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારી જગ્યાનું બિનખેતીનું પ્રીમિયમ ભરાયું ના હોવાથી તમારો પ્લાન મંજૂર થઈ શકશે નહીં. આથી પહેલા અમદાવાદ કલેકટર ઓફિસમાં બિનખેતીનું પ્રીમિયમ ભરી આવો પછી પ્લાન પાસ થશે. આથી જયેશભાઈ અમદાવાદ કલેકટર ઓફિસમાં બિનખેતીનું પ્રીમિયમ ભરવા આવ્યા. જ્યાં તેમને કહેવામાં આવ્યું કે શાહપુરના તમારા વિસ્તારની હાલની જંત્રી દર 68,000 રૂપિયા પ્રતિ ચોરસ મીટર છે. જેના 30 ટકા લેખે એટલે કે પ્રતિ ચોરસ મીટર 20,400 રૂપિયાનું તમારે પ્રીમિયમ ભરવાનું રહેશે. જયેશભાઈનો પ્લોટ એરિયા 550 ચોરસ મીટર છે. આથી તેમણે કુલ 1,12,20,000 રૂપિયા ભરવાના થાય. આટલી રકમ ભરવાનું કહેવામાં આવતા જયેશભાઈ ચોંકી ઉઠયા હતા. કારણ કે તેમની જમીનની કિંમત પણ આટલી નથી. આ અંગે તેમણે અનેક સ્તરે રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને તેમના મકાનનો રિવાઇઝ પ્લાન પાસ થઈ શક્યો નથી.

money 2

આવા અનેક કિસ્સા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં છે, એક વર્ષ પહેલા ગુજરાત સરકારે જંત્રી દર ડબલ કર્યો છે. 30-40 વર્ષે માણસ પોતાનું જુનું થઈ ગયેલું મકાન તોડીને નવું કરાવે તે સ્વાભાવિક છે. પરંતુ નવા મકાન માટે રિવાઈઝ પ્લાન પાસ કરાવવા જાય ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તે જમીનની બિનનખેતીની કાયદેસરતા પણ ચેક કરે છે. જેમાં એવું જણાય કે જે-તે જગ્યાનું બિનખેતીનું પ્રીમિયમ જે-તે વખતે ભરવામાં નથી આવ્યું, તો તેવા કિસ્સામાં પહેલા બિનખેતીનું પ્રીમિયમ ભરવા માટે કલેક્ટર કચેરીમાં મોકલવામાં આવે છે. પરંતુ કલેક્ટર કચેરી દ્વારા વર્તમાન કાયદા મુજબ જંત્રી દરના 30 ટકા લેખે થતું પ્રીમિયમ જમીનની કિંમત કરતા વધી જાય છે. જે નાગરિકોને પોસાતું નથી. પરિણામે નાગરિકો નવું મકાન બનાવી શક્તા નથી.

વાંચવા જેવું: હવામાન વિભાગે કરી રાહતની આગાહી, બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો

સરકારમાં છેલ્લા બે વર્ષમાં આવી ફરિયાદની સંખ્યા નોંધપાત્ર થઈ જતાં સરકાર પણ હવે ગંભીર બનીને આવા કિસ્સાઓના કાયમી ઉકેલ માટે વિચારણા કરી રહી છે. સરકારના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર એવું વિચારી રહી છે કે જ્યારે બિનખેતીનું પ્રીમિયમ બાકી હોવાની ઘટના સામે આવે ત્યારે તે જમીન જ્યારે બિનખેતી કરવામાં આવી હોય તે વર્ષની જંત્રી ધ્યાને લઈને તેના 30 ટકા લેખે પ્રીમિયમ વસુલવું. ધારો કે જયેશભાઈનું મકાન 1980માં બનેલું છે, અને જમીન પણ ત્યારે બિનખેતી થઈ છે. તો તો 1980માં જંત્રીના દર મુજબ 30 ટકા પ્રીમિયમ વસુલવામાં આવે. જેજેથી કોઈપણ નાગરિકને તે રકમ ભારે ન પડે. આ માટે સરકારે આગામી સમયમાં તેને કાયદેસરનું સ્વરૂપ આપવાની વિચારણા પણ કરી લીધી છે. જો કે બીજી તરફ, મહેસૂલના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે તેમની કક્ષાએ હાલ આવી કોઈ વિચારણા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Non-farm Premium Govt New Law Gandhinagar News

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ