બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવામાન વિભાગે કરી રાહતની આગાહી, બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો
Last Updated: 04:02 PM, 25 May 2024
રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મશળે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે ત્રીજા દિવસે 25 થી 30 કીમી ની ઝડપે પવન ફૂંકાશે. બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે તાપમાન 45 ડિગ્રી રહેવાની શક્યતા છે.
વધુ વાંચોઃ આ વર્ષે એક પણ સ્થળે નહીં ભરાય પાણી, પ્રિમોન્સૂન કામગીરીને લઇ AMCએ કર્યો દાવો
રાજ્યક્ના મોટાભાગનાં શહેરોમાં 45 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી ચેતવણી આપવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સંઘ પ્રદેશ દીવમાં પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. ચાર દિવસ બાદ તાપમાનામાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી / રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ મેદાન માર્યું, કાંધલનું રાજકીય વર્ચસ્વ યથાવત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.