ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ વર્ષે એક પણ સ્થળે નહીં ભરાય પાણી, પ્રિમોન્સૂન કામગીરીને લઇ AMCએ કર્યો દાવો

અમદાવાદ / આ વર્ષે એક પણ સ્થળે નહીં ભરાય પાણી, પ્રિમોન્સૂન કામગીરીને લઇ AMCએ કર્યો દાવો

Last Updated: 02:42 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં વરસાદી સીઝનમાં લોકોને ખુબ હેરાન થવાનો વારો આવે છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી-મોનસુનની કામગીરી સારી કરી હોવાની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ દર વર્ષે કામગીરીની પોલ ખુલી જાય છે. ત્યારે હવે વર્ષ 2024ના ચોમાસાની સીઝનમાં પાણી ભરાવવાની સમસ્યામાંથી છુટકારો મળશે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે.

ADVERTISEMENT

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ચોમાસા 2024ને ઘ્યાનમાં લઇને ખાસ આયોજન કર્યુ છે. જેમાં શહેરમાં 147 જગ્યાએ ચોમાસામાં પાણી ભરાતો હોવાનો રીપોર્ટ આવ્યો છે. જેમાં હાલમાંતો 60 થી વઘુ જગ્યાએ ગટર અને કેચપીટના કામો પુર્ણ કર્યા છે. અને હવે આ વર્ષો પાણી બરાવવાની ફરીયાદો ઓછી મળશે તેવુ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તંત્ર માની રહ્યુ છે. પરંતુ બીજી બાજુ પાણી ભરાવવાના કારણે અને હાલમાં રોડ રસ્તાની પરિસ્થિતિને ઘ્યાનમાં લઇને અમદાવાદીઓ પરેશાન જોવા મળ્યા છે. વરસાદની પરીસ્થિતી અને રોડ રસ્તાની બિસ્માર હાલત હોવાને કારણે ચોમાસામાં અમદાવાદની કેવી પરીસ્થિતી ઉભી થશે તે વિચારીને અમદાવાદીઓ અત્યારથી ડરી ગયા છે. હાલમાં તો મહાનગર પાલિકા દ્વારા તમામ રોડ રસ્તાઓ 30 જુન પહેલા પૂર્ણ કરવાની સુચના આપી છે. ત્યારે ખરેખર પુરા થશે તે પણ પ્રશ્ન છે.

vlcsnap-2024-05-25-14h31m00s383vlcsnap-2024-05-25-14h31m36s026

રોડ રસ્તા ખોદી નાંખતા રહીશો હેરાન પરેશાન

અમદાવાદના અનેક એવા વિસ્તારો છએ જ્યાં ફક્ત એક અથવા તો બે ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાવવાની ફરીયાદો આવતી જાય છે. ત્યારે વિટીવી ટીમ દ્વારા આવા વિસ્તારો જેવા કે વેજલપુર, જીવરાજપાર્ક, વેજલપુર અને માણેકબાગ, વાસણા વિસ્તારમાં ગ્રાઉન્ડ રીપોર્ટ માટે પહોચ્યા હતા. લોકો સાથે વાતો પણ કરી હતી જેમાં એક વાત તો સામે આવી છે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા કેચપીટ અને ગટરો વરસાદ પહેલા સાફ તો કરવામાં આવે છે. પરંતુ તેમાંથી જે માટી નિકળે છે ત્યાં જ રહેવા દેવામાં આવે છે. એટલે અમુક દિવસો બાદ હવાથી અથવા પ્રથમ વરસાદમાં એજ માટી ફરીથી કેચપીટમાં જતી રહે છે. જેથી મોનસુનની કામગીરી પર પાણી ફરી વળે છે. જ્યારે વરસાદી માહોલને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પણ ખોદી નાખ્યા છે જેથી લોકો હવે વધુ હેરાન પરેશાન છે.

vlcsnap-2024-05-25-14h31m21s067vlcsnap-2024-05-25-14h33m30s221

વધુ વાંચોઃ મોરબીમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા આઠ વર્ષથી છે બંધ હાલતમાં, ક્યારે ખુલશે અધિકારીઓની આંખ?

vlcsnap-2024-05-25-14h32m56s186

ચોમાસામાં પાણી ભરાશે તો મેયરનુ રાજીનામા માંગ કરવામાં આવશેઃ વિપક્ષ

આમ હવે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તંત્ર દ્વારા હાલમાં તો પ્રી મોનસુન કામગીરી પુરજોરમાં ચાલી રહી છે. પરંતુ વિપક્ષ દ્વારા કામગીરી બાબતે દાવો કર્યો છે કે સત્તાઘારી પક્ષ દ્વારા પાણી નહી ભરાવવાનો દાવો કર્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ પાણી ભરાતા વિસ્તારમાં જઇને તપાસ કરશે. જો ચોમાસામાં પાણી ભરાશે તો મેયરનુ રાજીનામા માંગ કરવામાં આવશે. આમ હવે ચોમાસામાં અમદાવાદની પરિસ્થિતી કેવી થશે કેટલા વિસ્તારો પાણીમાં ડુબશે તે જોવુ રહ્યુ ?

સંકળાયેલા મુદ્દાઓ

Metropolitan Municipality Ahmedabad City Waterlogging Problem
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ