ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંધશ્રદ્ધાને ડામવા હવે ગુજરાતમાં લવાશે કાયદો, આગામી સત્રમાં જ ખરડો પસાર કરાય તેવી શક્યતા
Last Updated: 09:27 AM, 6 August 2024
ADVERTISEMENT
ગાંધીનગર: અંધશ્રદ્ધાને ડામવા માટે ગુજરાત રાજ્ય સરકાર કાયદો લાવવા કવાયત કરી રહી છે. રાજ્યભરમાં કાળાજાદૂ અને અંધશ્રદ્ધાની નાબૂદી માટે દાદ માગતી જાહેરહિતની હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. સુનાવણી દરમિયાન ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીઓ હાઈકોર્ટમાં સોગંદનામું કહ્યું હતું, જેમાં ખાતરી આપવામાં આવી હતી કે આગામી વિધાનસભા સત્રમાં કાળુ જાદુ અને અંધશ્રદ્ધા અંગે બિલ પસાર કરવામાં આવશે. હાઈકોર્ટમાં એક એનજીઓ દ્વારા કરાયેલી જાહેરહિતની અરજીમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં બનતી ઘટનાઓનો ઉલ્લેખ કરાયો હતો અને કહેવાયું હતું કે આ અંગે કોઈ કાયદો ન હોવાના કારણે ગુનો કરનાર કાયદાની ચુંગાલમાંથી છટકી જાય છે.
ADVERTISEMENT
અંધશ્રદ્ધા રોકવાની જવાબદારી રાજ્ય સરકારની - હાઇકોર્ટ
આ અરજી સંદર્ભે હાઇકોર્ટે સરકારને જણાવ્યું કે, રાજ્ય એક વેલ્ફેર સ્ટેટ છે. અંધશ્રદ્ધા રોકવાની જવાબદારી રાજ્યની છે. જેથી અંધશ્રદ્ધા રોકવા રાજ્યએ શું પગલાં લીધા છે તે અંગે જવાબ માંગ્યો. ત્યારે હવે રાજ્યના ગૃહ વિભાગના સક્ષમ અધિકારી એફિડેવિટ ફાઇલ કરશે. આવા કૃત્યોથી માનવ હકો અને બંધારણીય હકોનું હનન થાય છે. કોર્ટે આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચો: વડોદરામાં ચાંદીપુરાનો કહેર યથાવત, વધુ બે બાળકોના નિપજ્યાં મોત, હજુ 9 તો સારવાર હેઠળ
ADVERTISEMENT
અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાયદો બનાવશે
ઉપરોક્ત આદેશના સંદર્ભે ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરીએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જે મુજબ હાઈકોર્ટના આદેશને પગલે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલિસ, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ CID અને ગૃહ વિભાગના સેક્રેટરીએ મિટિંગ યોજીને આ મુદ્દે ગહન ચર્ચા કરી હતી. જેમાં નક્કી કરાયું છે કે આવનારા વિધાનસભા સત્રમાં ગુજરાત રાજયમાંથી કાળો જાદુ, અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિઓ જેવા દૂષણો દૂર કરવા ખરડો લાવવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ