ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat government Private lab coronavirus test charges reduced

રાહત / ગુજરાતમાં કોરોના ટેસ્ટના ભાવ 2500ને બદલે 1500 રૂપિયા કરાયો, ઘરે આવીને ટેસ્ટની હશે આટલી કિંમત

Published By: Hiren

Last Updated: 10:17 PM, 16 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. તેમ છતાં રિપોર્ટ માટે ખાનગી લેબમાં 2500 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા. ત્યારે હવે RT-PCR ટેસ્ટના ભાવ ઘટાડવાની માંગ બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના RT-PCR ટેસ્ટ માટે ચાર્જમાં ઘટાડો કરાયો છે.

ADVERTISEMENT

  • રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટના ભાવ ઘટાડવામાં આવ્યા
  • કોરોના ટેસ્ટનો ચાર્જ 1500 ચૂકવવા પડશે
  • ઘરે આવીને ટેસ્ટ કરશે તો 2000 ચૂકવવા પડશે

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં RT-PCR ટેસ્ટના ભાવ વધુ હોવાથી ગરીબ-મધ્યમ વર્ગના લોકોને હાલાકી પડી રહી છે. જોકે હવે રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં હવે 2500ની જગ્યાએ ટેસ્ટ માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા 2500 રૂપિયાનો કોરોના ટેસ્ટ માટે ચાર્જ લેવાતો હતો. તો હવે ઘરે આવીને ટેસ્ટ કરશે તો 2000 ચૂકવવા પડશે. જે અગાઉ 3000 હજાર ચાર્જ હતો. રોજ 70 હજાર લોકો ટેસ્ટ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના રિપોર્ટના પહેલા 4500 લેવાતા હતા. જોકે મે મહિનાની 27મી તારીખે ICMRએ 4500 રૂપિયાની ટોચ મર્યાદા હટાવી હતી. બાદમાં રાજ્ય સરકારે સરકારે 2500 રૂપિયા લેવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે હવે સરકારે ભાવ ઘટાડતા 1500 રૂપિયા લેવાનો નિર્ણય કર્યો.
 

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus in Gujarat કોરોના વાયરસ ગુજરાત coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ