બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat government has announced a PASA new guideline

ફેરફાર / જાતીય સતામણી, સહમતીથી સંબંધના કેસમાં અવગણવો પાસાનો અમલ: ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઇન, જાણો વિગતવાર

Malay

Last Updated: 11:49 AM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારે પાસા અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં સંબંધિત અધિકારીઓને યોગ્ય ચકાસણી વિના આ કાયદાનો ઉપયોગ નહીં કરવાનો આદેશ આપ્યો છે.

 

  • પાસા માટે નવી ગાઈડલાઈન જાહેર
  • રાજ્ય સરકારે માર્ગદર્શિકા રજૂ કરી
  • નવી ગાઈડલાઈનમાં અનેક બાબતોને મળ્યું સ્થાન

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો પર રાજ્ય સરકારે અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (પાસા) હેઠળ અટકાયતના આદેશો પસાર કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ગુજરાત સરકારે પાસા માટેની નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. નવી માર્ગદર્શિકામાં અનેક બાબતોને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સંબંધિત અધિકારીઓને યોગ્ય ચકાસણી વિના આ કાયદાનો ઉપયોગ નહીં કરવાનો આદેશ પણ આપ્યો છે.

તિહાડ જેલ: કયો કેદી ક્યાં રહેશે? જાણો કેવી રીતે થાય છે નક્કી? ગુનેગારોને  અપાય છે આ સુવિધા | Tihar Jail This is how it is decided which prisoner will  stay where Prisoners
પ્રતિકાત્મક તસવીર

ગુનાહિત ઈતિહાસવાળાને પાસામાં ધકેલાશે 
નવી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, ગુનાની આદત ન ધરાવતી વ્યક્તિ પર પાસાનો અમલ ટાળવો અને જથ્થામાં દારૂ ઝડપાવા પર બુટલેગર સામે પગલા લઈને ગુનાહિત ઈતિહાસ ચકાસવો. આ ઉપરાંત નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, જાતીય સતામણીના કેસમાં પાસાનો અમલ અવગણવો. ભાગવાના કે સહમતિથી સંબંધમાં પાસાને અવગણવો. જમીનના નવા કેસમાં ગુનોગારોનો ઈતિહાસ ચકાસ્યા બાદ અમલ કરવો. કેસ સમાધાન પર હોય, FIR રદ થઈ હોય તો પાસાનો કોઈ અર્થ નથી.

અરજીઓનો તાત્કાલિક નિકાલ કરાશે
નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દર મહિને પાસા અંગે બેઠક કરી અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે જેથી દરખાસ્તોનો ભરાવો થાય નહીં. 

તિહાડ જેલ: કયો કેદી ક્યાં રહેશે? જાણો કેવી રીતે થાય છે નક્કી? ગુનેગારોને  અપાય છે આ સુવિધા | Tihar Jail This is how it is decided which prisoner will  stay where Prisoners
પ્રતિકાત્મક તસવીર

હાઈકોર્ટે આપ્યો હતો આદેશ
અત્રે ઉલ્લેખનીય છે કે, એડવોકેટ એચ.આર પ્રજાપતિ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટે પાસા માર્ગદર્શિકા ઘડવા માટે આદેશ આપ્યો હતો. જસ્ટિસ એ.એસ સુપેહિયા અને જસ્ટિસ ડી.એ જોશીની ખંડપીઠે નોંધ્યું હતું કે હાઈકોર્ટે છેલ્લા 2 વર્ષમાં આશરે 5 હજાર 500 પાસાના આદેશો રદ કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ