ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Government declared list of unreserved caste
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં અનામતને લઇને થયેલા લાંબા આંદોલન અને તેના કારણે રાજકારણમાં રચાયેલા જુદા જુદા રાજકીય સમીકરણ બાદ આખરે ગુજરાત સરકારે કઇ જ્ઞાતિને બિન અનામતની યાદીમાં સમાવવી એટલે કે અનામતનો લાભ ન આપવો તે અંગે સ્પષ્ટતા કરતા બિન અનામત જ્ઞાતિની એક યાદી જાહેર કરી છે. જો કે આ બિન અનામતમાં આવતી જ્ઞાતિને સરકારે બિન અનામત વેલ્ફર સ્કિમનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.
બિનઅનામત ૪૨ હિંદુજાતિ
ADVERTISEMENT
બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ- નાગર, વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, દિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત- રજપૂત, ક્ષત્રિય, વાણિયા- વૈષ્ણવ શાહ, ભાટિયા, ભાવસાર, ભાવસાર(જૈન), બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ, ન્યાયેતર જાતિ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), પૂજારા, કેર, ખડાયતા, ખત્રી, કળબી- કણબી, લેઉવા પાટીદાર- પટેલ, કડવા પાટીદાર- પટેલ, લાડ વાણિયા, શ્વેતાંબર જૈન વાણિયા, દિગંબર જૈન વાણિયા, લોહાણા- લવાણા- લુહાણા, મંડાલી, મણિયાર, મરાઠા રાજપૂત ( મુળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), મહારાષ્ટ્રિયન ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે અને મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), દશા- વીસા જૈન, પોરવાલ જૈન, સોમપુરા- સોમપુરા બ્રાહ્મણ (ઘંટિયા સલાટ સિવાયના), સોની- સોનાર- સુવર્ણકાર, સિંધી ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ).
બિનઅનામત ૨૪ મુસ્લિમ જાતિઓ
ADVERTISEMENT
સૈયદ, બલોચ, બાવચી, ભાડેલા (મુસ્લિમ), અલવી વોરા( મુસ્લિમ), દાઉદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમ ચાકી, જલાલી, કાગઝી (મુસ્લિમ), કાઝી, ખોજા, મલિક ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), મેમણ, મોગલ, મોલેસલામ ગરાસિયા, મોમિન ( પટેલ ), પટેલ ( મુસ્લિમ ), પઠાણ, કુરેશી (સૈયદ), સમા, શેખ ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), વ્યાપારી ( મુસ્લિમ ), અત્તરવાલા.
બિનઅનામતમાં અન્ય ધર્માવલંબી
ADVERTISEMENT
પારસી, ખ્રિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતંરિત થયેલી નથી તે), યહૂદી.
સંકળાયેલા મુદ્દાઓ