Gujarat Government biggest decision Education Department Std 1 to 9 11 Mass promotion
કોરોના વાયરસ /
ગુજરાત સરકાર ધો.1થી 9 અને 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લઇ શકે છે
Team VTV07:48 PM, 23 Mar 20
| Updated: 09:11 PM, 23 Mar 20
કોરોના વાયરસના કારણે ગુજરાત સરકાર સજ્જ છે. અત્યાર સુધીમાં સરકારે પ્રજાલક્ષી કેટલાક નિર્ણયો લીધા છે ત્યારે વધુ એક મહત્વનો નિર્ણય લઇ શકે છે. ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11માં માસ પ્રમોશન આપવા મામલે વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોનાને પગલે સરકાર સતર્ક છે
સરકાર દ્વારા માસ પ્રમોશન આપવાની જાહેરાત મામલે સ્પષ્ટતા આવી
શિક્ષણ વિભાગે કહ્યું- સરકારે કોઇ નિર્ણય નથી લીધો
કોરોનાના પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓને લોકડાઉન જાહેર કર્યા છે. ત્યારે રાજ્ય સરકારે ધોરણ 1થી 8 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી હતી. પરંતુ હાલ આ મામલે નિર્ણય લેવાયો નથી.
ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશનનો મામલે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે કહ્યું કે, હજુ સુધી સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. હાલના તબક્કે આ બાબત વિચારણા હેઠળ છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાશે.
આ સ્પષ્ટતા અગાઉ શું ચર્ચા ચાલી હતી?
શિક્ષણ વિભાગના 4-2-2020ના ઠરાવની જોગવાઈ પ્રમાણે નવુ શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનું રહેતું હતું તેના બદલે અગાઉ મુજબ વેકેશન પૂર્ણ થયા બાદ નવું સત્ર શરૂ કરવાનું રહેશે.
શિણકોને હવે સ્કુલ પર જવાની જરૂર નથી
જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કામગીરી સોંપવામાં આવી ન હોય અને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોય તો તે વિસ્તારના શિક્ષકોએ શાળાએ જવાની જરૂર નથી. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામગીરી સોંપવામાં આવે તો તે કામગીરી બજાવવા માટે સ્ટેન્ડ બાય તરીકે રહેવાનું રહેશે.
જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામગીરી સોંપવામાં આવી હોય તો તે કામગીરી સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ખાનગી શાળાઓના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ આવવા માંથી મુક્તિ આપવામાં આવે છે.
CM નિવાસસ્થાને બેઠક મળી હતી
મહત્વનું છે કે, કોરોના વાયરસના મુદ્દે CM નિવાસસ્થાને બેઠક મળી હતી. CM રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના મામલે ચર્ચા થઇ હતી. DyCM અને ગૃહમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યના મુખ્ય સચિવ, આરોગ્ય અગ્રસચિવ હાજર રહ્યા હતા.