બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat gives 20 mattric tonnes of oxygen to Punjab: Centre's order

મહામારી / ગુજરાત 20 મેટ્રિક ટન ઑક્સિજન પંજાબને આપે : કેન્દ્રનો આદેશ

ParthB

Last Updated: 04:21 PM, 12 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની બીજી લહેરમાં સ્વાસ્થ્ય સિસ્ટમ સાવ પડી ભાંગતા હવે એક રાજય બીજા રાજયને ઑક્સિજનની મદદ કરશે

  • પંજાબનાં મુખ્યમંત્રીએ વારંવાર ઑક્સિજનની અછતની વાત કેન્દ્રને કરી
  • પાંચ ટેન્કરો માંગ્યા હતા પણ માત્ર બે જ ટેન્કરો આપવામાં આવ્યા
  • ઑક્સીજન યોગ્ય સમયે નહીં મળે તો દર્દીઓ મૃત્યુ પામશે 


પંજાબનાં મુખ્યમંત્રીએ વારંવાર ઑક્સિજનની અછતની વાત કેન્દ્રને કરી
ભારતમાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 4 લાખ સુધી પહોંચી રહ્યો છે. આખા દેશમાં બેડ, ઑક્સિજન અને ઇન્જેકશનોની અછત ચાલી રહી છે, તેવામાં બહારના દેશો આ અછતને પહોંચી વળવા મદદે આવ્યા છે. પંજાબ સરકાર સતત કેન્દ્ર પાસે પૂરતા પ્રમાણમાં ઑક્સિજનની માંગણી કરી રહી છે ત્યારે કેન્દ્રે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે કે ગુજરાતમાંથી 20 મેટ્રિક ટન ઑક્સિજન પંજાબને આપવામાં આવે. આ પહેલા પણ પંજાબનાં મુખ્યમંત્રીએ વારંવાર ઑક્સિજનની અછતની વાત કેન્દ્રને કરી હતી. 

પાંચ ટેન્કરો માંગ્યા હતા પણ માત્ર બે જ ટેન્કરો આપવામાં આવ્યા
ઑક્સિજનની માંગને પહોંચી વળવા માટે પંજાબ કોવિડ કંટ્રોલ રૂમના અધ્યક્ષ રાહુલ તિવારીએ કહ્યું કે "અમને ગુજરાત પાસેથી 20 મેટ્રિક ટન ઑક્સિજન લેવા માટે પાંચ ટેન્કરો જોતાં હતા પણ માત્ર બે જ ટેન્કરો આપવામાં આવ્યા, એનો અર્થ એ થાય છે કે અમે માત્ર 2 દિવસ સુધી ઑક્સિજન ચલાવી શકીશું અને બીજા ત્રણ દિવસ એમનેમ જ રહીશું. સાથે જ ટેન્કરને ગુજરાતથી પંજાબ આવવા જવા માટે પાંચ દિવસ થઈ જશે.


 
ઑક્સીજન યોગ્ય સમયે નહીં મળે તો દર્દીઓ મૃત્યુ પામશે 
પંજાબ સરકારની માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારને 20 મેટ્રિક ટન ઑક્સિજન આપવાના નિર્દેશ કેન્દ્રમાંથી મળ્યા છે. આ પહેલા પણ પંજાબ સરકારે કેન્દ્રમાં માંગ કરતાં કહ્યું હતું કે "અમારે ત્યાં ઑક્સિજનની અછત થઈ રહી છે, તેવામાં અમને વધારે ઑક્સિજનની જરૂર છે. કારણકે અમારી પાસે બધા જ દર્દીઓને આપી શકાય તેટલો ઑક્સિજન જ નથી. આ વાત તેમણે કેન્દ્ર સાથે થયેલ મિટિંગમાં કરી હતી એટલે જો જલ્દી ઑક્સિજન નહીં મળે તો દર્દીઓ મૃત્યુ પામશે.  

ભારતમાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 4 લાખ સુધી પહોંચી રહ્યો છે. આખા દેશમાં બેડ, ઑક્સિજન અને ઇન્જેકશનોની અછત ચાલી રહી છે, તેવામાં બહારના દેશો આ અછતને પહોંચી વળવા મદદે આવ્યા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Corona ઑક્સિજન કોરોના વાયરસ ગુજરાતી ન્યૂઝ પંજાબ corono virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ