બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યના આ વિસ્તારમાં અશાંતધારો લાગુ

કવાયત / ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યના આ વિસ્તારમાં અશાંતધારો લાગુ

Published By: Priykant Shrimali

Last Updated: 02:30 PM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Una Ashant Dharo : આ વિસ્તારોમાં હવે મિલકતની ખરીદી કે વેચાણ માટે ખાસ નિયમો લાગુ પડશે. નવા નિયમો અનુસાર, કોઈપણ પ્રકારની મિલકત લેતી-દેતી કરવા પહેલાં પ્રાંત અધિકારીની મંજૂરી લેવી ફરજિયાત રહેશે

Una Ashant Dharo : ગુજરાત સરકારે કાયદો-વ્યવસ્થા અને કોમી શાંતિ જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાસ્તવમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ‘અશાંત ધારો’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય 1 મે 2026થી અમલમાં આવ્યો છે અને આગામી પાંચ વર્ષ સુધી લાગુ રહેશે.

જાણો કયા વિસ્તારમાં જાહેર થયો ‘અશાંત ધારો’

સરકાર દ્વારા ઉનાના વોર્ડ નં. 1, 2 અને 4ને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં હવે મિલકતની ખરીદી કે વેચાણ માટે ખાસ નિયમો લાગુ પડશે. નવા નિયમો અનુસાર, કોઈપણ પ્રકારની મિલકત લેતી-દેતી કરવા પહેલાં પ્રાંત અધિકારીની મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

ખાસ કરીને, ખરીદનાર અને વેચનાર બંનેએ એફિડેવિટ આપવો પડશે, જેમાં તેઓએ ખાતરી આપવી પડશે કે વ્યવહાર કોઈ દબાણ વિના અને યોગ્ય બજાર કિંમતે કરવામાં આવ્યો છે. આ પગલાંનો મુખ્ય હેતુ ગેરરીતિઓ અટકાવવો અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવી છે.

આ પણ વાંચો : તારીખ નોંધી લેજો, ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલની માઠી આગાહી

અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નિયમોના ભંગ માટે 6 મહિના થી 5 વર્ષ સુધીની સજા તેમજ 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ મુદ્દે ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર જે જે ચૌહાણએ જણાવ્યું હતું કે આ નિર્ણય સંપૂર્ણપણે કોમી સુમેળ જાળવવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Una Ashant Dharo disturbed area act Una Gujarat law order

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ