બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / તારીખ નોંધી લેજો, ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલની માઠી આગાહી
Last Updated: 02:06 PM, 6 May 2026
Ambalal Patel Forecast : ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાનમાં ટૂંક સમયમાં જ બદલાવ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાસ્તવમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓ શરૂ થવાની શક્યતા છે, જેના કારણે રાહતરૂપ વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી ?
ADVERTISEMENT
આગાહી મુજબ 8 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ દિશાથી આવતા ભેજયુક્ત પવનોના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સાથે જ 12 થી 14 મે દરમિયાન પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે હવામાનમાં ફરી ફેરફાર જોવા મળી શકે છે, ખાસ કરીને રાજસ્થાનની સીમા નજીક આવેલા ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી | VTV Digital #WeatherUpdate #AmbalalPatel #GujaratWeather #Heatwave #PreMonsoon #RainForecast #Climate #IndiaWeather #WeatherAlert #vtvdigital pic.twitter.com/IQLuKJ2nKO
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 6, 2026
ADVERTISEMENT
આ તરફ 12 મે સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે કચ્છમાં લગભગ 42 ડિગ્રી અને ઉત્તર સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પણ ગરમીનો જોર યથાવત્ રહેશે.

ADVERTISEMENT
આ પણ વાંચો : સેવેન્થ ડે સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિને લઈ વાલીઓ અસમંજસમાં, જાણો વિવાદ
11 થી 20 મે દરમિયાન ભારે ગરમી સાથે ધૂળભરી આંધીઓ ફૂંકાવાની શક્યતા છે, જેને કારણે પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકથી વધુ થઈ શકે છે. ત્યારબાદ 20 થી 23 મે વચ્ચે ફરી હવામાન પલ્ટો લઈ શકે છે અને આંધી સાથે વરસાદ પણ થઈ શકે છે. મહિના અંતે, 29 મે આસપાસ ફરી એકવાર વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે. આ સાથે આગામી ચોમાસા અંગે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે, જેમાં પવન સાથે સારો વરસાદ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.