બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સેવેન્થ ડે સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિને લઈ વાલીઓ અસમંજસમાં, જાણો વિવાદ

વિવાદ / સેવેન્થ ડે સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિને લઈ વાલીઓ અસમંજસમાં, જાણો વિવાદ

Published By: Priyankka Triveddi

Last Updated: 11:37 AM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવેન્થ ડે સ્કૂલ હજુ પણ વિવાદોમાં ફસાયેલી છે. વાલીઓ ફરી શાળાએ પહોંચ્યા છે અને સત્તાધીશો પાસે જવાબો માંગ્યા છે. શું છે સમગ્ર મામલો વાંચો વિગતે..,

Ahmedabad Seventh Day School News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં તાજેતરના વહીવટી ફેરફારોને પગલે વાલીઓમાં ભારે ગૂંચવણ અને અસંતોષ ફેલાયો છે. શાળાનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિ વચ્ચે એડમિશન પ્રક્રિયા અંગે પ્રશ્નો ઊભા થયા છે જેના કારણે વાલીઓએ શાળા સંચાલન સામે સ્પષ્ટતા અને ખાતરીની માંગ ઉઠાવી છે.

સેવન્થ ડે સ્કૂલ વિવાદ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. જ્યાં વાલીઓમાં ભારે ગૂંચવણ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં શાળાનો વહીવટ કામચલાઉ ધોરણે ફરીથી સંચાલકોને સોંપવામાં આવ્યો હોવાના મુદ્દે વાલીઓમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. શાળાનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિને કારણે વાલીઓ ચિંતિત બન્યા છે અને તેઓએ સીધા જ શાળાના સત્તાધીશો સુધી પહોંચી સ્પષ્ટતા માંગવાની શરૂઆત કરી છે. આ સમગ્ર મામલે “વાલી જનાક્રોશ સંઘર્ષ સમિતિ” પણ સક્રિય બની છે અને શાળાના વહીવટ સામે સવાલો ઉઠાવી રહી છે.

એડમિશન મુદ્દે મોટો પ્રશ્ન

નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વાલીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એડમિશનને લઈને ઉભો થયો છે. શાળાનું રજીસ્ટ્રેશન રદ થવાની શક્યતા વચ્ચે ઘણા વાલીઓએ પૂછ્યું છે કે આવી પરિસ્થિતિમાં બાળકોને અહીં પ્રવેશ આપવો યોગ્ય રહેશે કે નહીં. ખાસ કરીને નવા એડમિશન લેનારા વાલીઓ માટે મોટી ફી ચૂકવ્યા પછી તે રકમ ગુમાવવાનો ભય વધ્યો છે. વાલીઓએ માંગ કરી છે કે શાળા સંચાલકો એ બાબતે લખિતમાં ખાતરી આપે કે રજીસ્ટ્રેશન રદ નહીં થાય અને જો થાય તો ફી પરત કરવામાં આવશે. આ અનિશ્ચિતતાએ શૈક્ષણિક વાતાવરણ પર પણ અસર પાડી છે.

આ પણ વાંચો: આ વર્ષે ધો.10નું 83.86% પરિણામ, ગત વર્ષની સરખામણીએ 1.30 ટકા રિઝલ્ટ ઊંચું

અગાઉની ઘટના અને DEOનો હસ્તક્ષેપ

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીના મોતની ગંભીર ઘટનાના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શાળાનો વહીવટ હસ્તક લેવાયો હતો. ત્યારબાદ હાલની સ્થિતિમાં નવું સત્ર શરૂ થાય તે પહેલાં વહીવટ ફરીથી શાળાને કામચલાઉ ધોરણે સોંપવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ શું કારણ છે અને આગળ શું પગલાં લેવાશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. આ કારણે વાલીઓમાં અવિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે. વાલીઓએ સત્તાધીશો પાસે પારદર્શકતા રાખવાની અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાની માંગ ઉઠાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Seventh Day School News સેવન્થ ડે સ્કૂલ વિરોધ parent concerns Ahmedabad

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ