બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ વર્ષે ધો.10નું 83.86% પરિણામ, ગત વર્ષની સરખામણીએ 1.30 ટકા રિઝલ્ટ ઊંચું

BREAKING / આ વર્ષે ધો.10નું 83.86% પરિણામ, ગત વર્ષની સરખામણીએ 1.30 ટકા રિઝલ્ટ ઊંચું

Published By: Priykant Shrimali

Last Updated: 08:21 AM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Board SSC Result 2026 : રાજ્યમાં કુલ 83.86 ટકા પરિણામ સાથે વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું છે. ખાસ વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પરિણામમાં 1.30 ટકાનો વધારો નોંધાયો

Gujarat Board SSC Result 2026 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC)નું પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. વાસ્તવમાં ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો પછી હવે વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહેલું SSC પરિણામ પણ બહાર આવ્યું છે. આ વર્ષે કુલ 83.86% પરિણામ નોંધાયું છે, જે વિદ્યાર્થીઓ માટે ઉત્સાહજનક ગણાય છે.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાયેલી બોર્ડ પરીક્ષાઓમાં રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલ નોંધાયેલા 15.27 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર ધોરણ 10માં જ આશરે 9.07 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ માટે પરિણામ મેળવવાની પ્રક્રિયા આ વખતે ખૂબ સરળ બનાવી દેવામાં આવી છે. હવે તેઓ ઘરે બેઠા જ પોતાની માર્કશીટ સરળતાથી જોઈ શકે છે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈને માત્ર થોડા સરળ સ્ટેપ્સ દ્વારા પરિણામ મેળવવું શક્ય છે.

રાજ્યમાં કુલ 83.86 ટકા પરિણામ સાથે વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું છે. ખાસ વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પરિણામમાં 1.30 ટકાનો વધારો નોંધાયો છે, જે શિક્ષણક્ષેત્ર માટે સકારાત્મક સંકેત છે. ગાંધીનગરના અજોલ કેન્દ્રએ શાનદાર 100 ટકા પરિણામ મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના મૂનખોસલા કેન્દ્રનું પરિણામ માત્ર 33.74 ટકા રહ્યું છે, જે સૌથી ઓછું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે ટોચ પર રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લો 76.42 ટકા સાથે છેલ્લે રહ્યો છે. આથી જિલ્લાઓ વચ્ચેનું શૈક્ષણિક અંતર પણ સ્પષ્ટ થાય છે.

રાજ્યભરમાં કુલ 1697 શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે, જે ખરેખર ગૌરવની બાબત છે. જોકે, 39 શાળાઓ એવી પણ છે જ્યાં એકપણ વિદ્યાર્થી પાસ ન થયો હોય, એટલે કે ઝીરો પરિણામ નોંધાયું છે. વિદ્યાર્થીઓના ગ્રેડ પ્રમાણે જોવામાં આવે તો 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ખાસ નોંધનીય વાત એ છે કે ગત વર્ષની તુલનામાં 7,453 વધુ વિદ્યાર્થીઓએ આ શ્રેષ્ઠ ગ્રેડ મેળવ્યો છે, જે શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો દર્શાવે છે. લિંગ આધારિત પરિણામમાં પણ દીકરીઓએ ફરી એકવાર બાજી મારી છે. દીકરીઓનું કુલ પરિણામ 88.28 ટકા રહ્યું છે, જ્યારે દીકરાઓનું પરિણામ 80.12 ટકા નોંધાયું છે. આ પ્રમાણે દીકરીઓએ દીકરાઓ કરતાં 8.16 ટકા વધુ સારું પ્રદર્શન કર્યું છે.

ધોરણ 10નું પરિણામ જોવા માટે આ સ્ટેપ ફોલો કરો

  • સ્ટેપ 1: સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ: gseb.org ની મુલાકાત લો.
  • સ્ટેપ 2: હોમપેજ પર 'SSC Result 2026' લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: તમારો 6-અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4: 'સબમિટ' બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 6: provisional marksheet ડાઉનલોડ કરો અથવા ભવિષ્યના સંદર્ભ માટે સ્ક્રીનશોટ સાચવી રાખો

આ પણ વાંચો : આજે ધો. 10માંનું રિઝલ્ટ: અહીં ક્લિક કરીને જાણી શકશો તમારું પરિણામ, ફોલો કરો આ સ્ટેપ્સ

WhatsApp દ્વારા તાત્કાલિક તમારૂં પરિણામો મેળવો

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ 2026 ના પ્રકાશન સમયે ભારે વેબસાઇટ ટ્રાફિકને કારણે સર્વર ધીમું પડી શકે છે. આને ધ્યાનમાં રાખીને બોર્ડે WhatsApp-આધારિત પરિણામ સેવા પણ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ તેમનો સીટ નંબર +91 63573 00971 પર WhatsApp કરી શકે છે. ત્યારબાદ સીધું તમને પરિણામ પ્રાપ્ત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GSEB 10th Result Gujarat Board SSC Result 2026 SSC Result Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ