બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આજે ધો. 10માંનું રિઝલ્ટ: અહીં ક્લિક કરીને જાણી શકશો તમારું પરિણામ, ફોલો કરો આ સ્ટેપ્સ

ગુજરાત / આજે ધો. 10માંનું રિઝલ્ટ: અહીં ક્લિક કરીને જાણી શકશો તમારું પરિણામ, ફોલો કરો આ સ્ટેપ્સ

Jinal Chauhan

Last Updated: 07:38 AM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10નું પરિણામ આજે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10નું પરિણામ આજે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આતુરતાપૂર્વક આ પરિણામની રાહ જોઈ રહ્યા છે. પરીક્ષા પૂર્ણ થયા બાદથી જ પરિણામ અંગે ઉત્સુકતા વધતી જતી હતી, જે હવે થોડા જ સમયમાં પૂર્ણ થવાની છે.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને સીટ નંબર દાખલ કરીને ઑનલાઇન જોઈ શકશે. ઉપરાંત, કેટલીક શાળાઓમાં પણ પરિણામની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને વેબસાઇટ પર વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવી છે.

ધોરણ 10નું પરિણામ ક્યાં જોવા મળશે?

ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ઓનલાઇન જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક લખવાનો કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ 6 મે 2026, સવારે 10 વાગ્યાથી પોતાના પરિણામ આ વેબસાઈટ ઉપર જોઈ શકશે.

ધોરણ 10નું પરિણામ જોવા માટે આ સ્ટેપ ફોલો કરો

  • સ્ટેપ 1: સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ: gseb.org ની મુલાકાત લો.
  • સ્ટેપ 2: હોમપેજ પર 'SSC Result 2026' લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: તમારો 6-અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4: 'સબમિટ' બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 6: provisional marksheet ડાઉનલોડ કરો અથવા ભવિષ્યના સંદર્ભ માટે સ્ક્રીનશોટ સાચવી રાખો.

WhatsApp દ્વારા તાત્કાલિક તમારૂં પરિણામો મેળવો

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ 2026 ના પ્રકાશન સમયે ભારે વેબસાઇટ ટ્રાફિકને કારણે સર્વર ધીમું પડી શકે છે. આને ધ્યાનમાં રાખીને બોર્ડે WhatsApp-આધારિત પરિણામ સેવા પણ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ તેમનો સીટ નંબર +91 63573 00971 પર WhatsApp કરી શકે છે. ત્યારબાદ પરિણામ સીધા જવાબ સંદેશ તરીકે પ્રાપ્ત થશે. 

આ વર્ષે પરીક્ષાનું આયોજન નિયમિત રીતે કરવામાં આવ્યું હતું અને મૂલ્યાંકન પ્રક્રિયા પણ સમયસર પૂર્ણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ મહેનતપૂર્વક તૈયારી કરી હતી, જેના કારણે આ વર્ષે સારો પરિણામ આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માટે આગળના અભ્યાસ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો સમય આવશે. તેઓ વિજ્ઞાન, કોમર્સ અથવા આર્ટ્સ જેવા પ્રવાહોમાં પોતાનો માર્ગ પસંદ કરશે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે અને પરિણામને શાંતિપૂર્વક સ્વીકારવાની સલાહ આપી છે. નિષ્ફળતા આવે તો પણ હિંમત ન હારવી અને ફરી પ્રયત્ન કરવો એ મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે. આ રીતે, આજે જાહેર થનાર ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Board Class GSEB SSC Result 2026 SSC Result Date Time
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ