ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Last Updated: 10:22 PM, 5 May 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં ફેરફાર સાથે ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમારથી લઈને છૂટાછવાયા વરસાદે લોકોને ગરમીમાંથી રાહત આપી હતી.
ADVERTISEMENT

નહેરુનગર, શિવરંજની અને વસ્ત્રાપુર વિસ્તારમાં ભારે પવન સાથે સારો વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં ગાજવીજના કડાકા સાથે વરસેલા વરસાદે માર્ગો પર પાણી ભરાયા અને ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી.
ADVERTISEMENT
બોડકદેવ અને એસજી હાઈવે પર પણ વરસાદી ઝાપટાં પડતાં વાહનચાલકોને સાવચેતી રાખવી પડી હતી. કેટલીક જગ્યાએ પવનના કારણે ઝાડની ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી.
પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાથે સાથે વીજ પુરવઠામાં થોડો વિક્ષેપ પણ નોંધાયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજુલામાં પ્રેમિકાના પરિજનોએ પ્રેમીનું અપહરણ કરી માતા પર કાર ફેરવી, હત્યાની ઘટના સીસીટીવીમાં ઝડપાઈ
આમ, અમદાવાદ શહેરમાં આજે પવન સાથે છૂટાછવાયા વરસાદે વાતાવરણ ઠંડું બનાવ્યું હતું અને ઉકળાટમાંથી લોકોને થોડી રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવું જ અનિશ્ચિત વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.