બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat GBRC COVID19 whole genome sequence tracking origin vaccine and medicine

Coronavirus / કોરોનાની રસી શોધવાની દિશામાં ગુજરાતને મોટી સફળતા, આ કામ કરવામાં બન્યું દેશનું એકમાત્ર રાજ્ય

Last Updated: 10:11 AM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસની રસી શોધવા તરફ એક મહત્વની સફળતા મળી છે. પહેલા રાજકોટમાં વેન્ટિલેટરના ઉત્પાદન બાદ PPE સુટ અને હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા એક મહત્વની શોધ કરવામાં આવી છે.

  • ગુજરાતીઓએ મહત્વની શોધ કરી
  • CMO ઓફિસમાંથી થયુ ટ્વીટ
  • વેન્ટિલેટર બાદ બીજી મહત્વની શોધ

ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજકોટમાં વેન્ટિલેટર બનાવવામાં ગુજરાતીઓ સફળ રહ્યા ત્યાર બાદ PPE સુટ બનાવવામાં પણ સફળ રહ્યા ત્યારે ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ સિકવન્સ શોધી કાઢવામાં આવી છે જેને કારણે હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા રહેશે. 

CMOના ટ્વીટર પર થઈ ટ્વીટ

સીએમ ઓફિસના ઓફિશિયલ ટ્વીટર પેજ સીએમઓ ગુજરાત તરફથી સત્તાવાર રીતે આ માહિતી આપવામાં આવી છે. 

 

ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ( GBRC )નાં વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે, દેશની એકમાત્ર રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે COVID19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને તે કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા બનાવવા, વેક્સિન બનાવવામાં ખુબ જ ઉપયોગી નિવડશે.

બાયોટેક્નોલોજી ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રમોટ કરવાનું કામ GBRC કરે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા 24 ઓગસ્ટ 2017ના રોજ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર( GBRC )ની સ્થાપના કરવામાં આવી હતી. બાયોટેક્નોલોજી ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રમોટ કરવાનું કામ GBRC કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

GBRC Medicine corona vaccine covid 19 કોરોના વાયરસ કોવિડ19 ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દવા રસી વેક્સિન coronavirus
Gayatri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ