ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવરાત્રિ પહેલા જ ગવર્મેન્ટ કર્મચારીઓને બલ્લે બલ્લે! સરકારે પેન્શનને લઈ લીધો મોટો નિર્ણય
ADVERTISEMENT
Gujarat News: ગુજરાત સરકારના નાણ વિભાગ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં 7માં પગારપંચ અનુસાર માસિક લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત કર્યું છે, જેનો અમલ 1 ઓક્ટોબર 2025થી કરવામાં આવશે.
ADVERTISEMENT
રાહત આપતો સરકારનો નિર્ણય
અનેક કર્મચારી મંડળો તરફથી કરવામાં આવેલી રજૂઆતો તેમજ ભારત સરકાર દ્વારા સમાન પ્રકારના કર્મચારીઓ માટે જાહેર કરાયેલી સૂચનાઓને ધ્યાને લઈને, જે 'એબ્સોર્બ' પેન્શનરો લઘુતમ પેન્શન કરતાં ઓછી રકમ મેળવી રહ્યા હતા, તેમને રાહત આપતો સરકારે નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT

કોને મળશે પેન્શનનો લાભ?
ADVERTISEMENT
ગુજરાત સરકારના આ ઠરાવ મુજબ, જે કર્મચારીઓ રાજ્ય સરકારના જાહેર સાહસો, બોર્ડ કે કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયા છે અને સાતમા પગારપંચના અમલ છતાં માસિક રૂપિયા 9,000 કરતાં પણ ઓછું મેળવી રહ્યા છે, તેવા કર્મચારીઓને હવે લઘુતમ 9,000 રુપિયા જેટલું પેન્શન ચૂકવવામાં આવશે. આ લાભ તારીખ 1 ઓક્ટોબર 2025થી રોકડમાં મળશે તેમજ તે પહેલાના સમયગાળા માટે આ લાભની ગણતરી 'નોશનલ' ગણવામાં આવશે.
વધુ વાંચો : નવરાત્રિમાં રોમિયોગિરી કરનારા ચેતી જજો! પોલીસે બનાવ્યો એક્શન પ્લાન
ADVERTISEMENT
કેન્દ્ર સરકારમાં પણ જોગવાઈ
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારમાં પણ આવી જ જોગવાઈ અમલમાં છે. જ્યારે કેન્દ્ર સરકારના કોઈ કર્મચારીને જાહેર હિતમાં કોઈ બોર્ડ કે નિગમમાં સ્થાયી રીતે સ્થાનાંતરિત કરવામાં આવે છે, ત્યારે તેમની અગાઉની સેવા માટે પેન્શનના પાત્ર ગણવામાં આવે છે. જો તેમણે પેન્શન માટેની લાયકાત પૂર્ણ કરે ત્યારે કેન્દ્રીય પેન્શન નિયમો હેઠળ, આવા કર્મચારીઓને નિવૃત્તિ બાદ માસિક પેન્શન, ગ્રેચ્યુઇટી અને અન્ય લાભો મળવાપાત્ર હોય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT