બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સચિવાલયથી રવાના થયા કાંતિ અમૃતિયા, રાજીનામાં પર આવ્યું શંકર ચૌધરીનું નિવેદન
કાંતિ અમૃતિયા ગાંધીનગર ખાતે પહોંચ્યા બાદ હાઈવોલ્ટેજ ડ્રામાં ચાલ્યો હતો. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સચિવાલય પહોંચીને ગોપાલિયા ઈટાલિયાની રાહ જોઈ હતી.. તેમણે ગોપાલ ઈટાલિયાને રાજીનામું આપવાની ચેલેન્જ આપી હતી. જો કે હવે તેઓ રાજીનામું આપ્યા વગર જ ગાંધીનગરથી પરત ફર્યા હતા. કાંતિ અમૃતિયાના રાજીનામાં પર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રતિક્રિયા આપીને સલાહ આપી હતી.
ADVERTISEMENT
રાજીનામાને લઈને શંકર ચૌધરીએ શું કહ્યું?
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ ચેલેન્જ પોલિટિક્સથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ ચેલેન્જ પોલિટિક્સને લઈને વિધાનસભા અધ્યક્ષે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, 'કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાએ કર્યો રાજકીય સ્ટંટ કર્યો હતો અને બન્નેમાંથી કોઈપણે વિધાનસભા અધ્યક્ષનો સંપર્ક કર્યો ન હતો. મારી પાસે આવો કોઈ વિષય આવ્યો નથી. બંને ધારાસભ્યોએ લોકોના કામ કરવા જોઈએ.'
'બંનેએ લોકોના કામ કરવા જોઈએ', ગોપાલ-કાંતિભાઈના ડ્રામા પર વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન#KantilalAmrutiya #KantiAmrutiya #GopalItalia #MorbiMLA #VisavadarMLA #BJPGujarat #AAPGujarat #ViralVideo #VTVDigital pic.twitter.com/OIHRyRNs4T
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 14, 2025
ADVERTISEMENT
ભાજપને લઈને શું બોલ્યા હતા કાંતિ અમૃતિયા?
ગાંધીનગર સચિવાલ ખાતે કાંતિ અમૃતિયા પોતાના સમર્થક સાથે હાજર રહીને ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ હતી. આ દરમિયાન પત્રકાર સાથે પણ તેમણે વાત કરી હતી. જેમાં કાંતિ અમૃતિયાએ ભાજપને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે, 'મારા શબ્દ એક જ છે. આ મારી વ્યક્તિગત લડાઈ છે. અને આમાં પાર્ટીની વાત નથી.'
ADVERTISEMENT
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સચિવાલય બહાર બેઠા, કહ્યું રાજીનામાં માટે ગોપાલ ઈટાલિયાની રાહ જોવું છું#KantilalAmrutiya #KantiAmrutiya #GopalItalia #MorbiMLA #VisavadarMLA #BJPGujarat #AAPGujarat #ViralVideo #VTVDigital pic.twitter.com/Dnvr7pnL5G
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 14, 2025
શું બોલ્યા ઋષિકેશ પટેલ
ADVERTISEMENT
ચેલેન્જ પોલિટિક્સને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું છે કે, રાજનીતિ નથી એ વિકાસની રાજનીતિ છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છે. કાંતિ અમૃતિયાના રાજીનામાં પર ઋષિકેશ પટેલે મૌન સેવ્યું હતું.

ADVERTISEMENT
અગાઉ ભાજપના મીડિયા કન્વીરને કર્યો હતો ખુલાસો
ભાજપ અને આપ બન્ને ધારાસભ્યોએ એકબીજાને ચેલેન્જ આપીને રાજકીય વાતાવરણ ગરમ કરી દીધું છે. આ સંજોગોમાં ભાજપ પક્ષનું વલણ શું છે તે પણ મહત્વનું બની રહે છે. કાંતિ અમૃતિયા ભાજપના ધારાસભ્ય છે. આ ચેલેન્જને લઇને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, 'ભાજપ પક્ષ દ્વારા કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી, પક્ષ દ્વારા ધારાસભ્ય રાજીનામુ આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આ બન્ને ધારાસભ્યોની આંતરીક લડાઇ છે. આંતરીક લડાઇમાં શુ પરીણામ આવશે અને શુ કરવુ તે બન્ને ઘારાસભ્યો જ નક્કી કરશે જેમાં પક્ષ કોઇ પ્રકારનુ સ્ટેન્ડ નહી લે.'
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.