બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'લોકોના હિતમાં નવી તકોનું સર્જન' ટ્રેડ ડીલ બદલ CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીને અભિનંદન આપ્યાં
Last Updated: 09:05 AM, 5 February 2026
અમેરિકા અને ભારત વચ્ચેના ટ્રેડ ડિલના ભાગ રૂપે ભારત પર ટેરિફ 50%થી ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો. ત્યારે આ ટ્રેડ ડિલ ભારતીય નિકાસકારો માટે મોટી રાહતના સમાચાર છે. ત્યારે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ માટે CM ભૂપેન્દ્ર પટેલે PM નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, "વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે. આ ડીલ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી. પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે. જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે. એ દિશામાં આ ટ્રેડ ડીલ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે."
ADVERTISEMENT
ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ કહ્યું, "આ ડિલના પરિણામે મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડના વડાપ્રધાને આપેલા વિઝનને વધુ બળ મળશે. મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18 ટકાનો ઘટાડો એ ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશ્વના વ્યાપક બજારો માટે નવા દ્વાર ખુલશે."
ADVERTISEMENT
તેમણે ગુજરાતનાં ઉદ્યોગોને આ ટ્રેડ ડિલથી થનારા લાભ વિશે જણાવતા કહ્યું, "ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ સાથે ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં લીડર છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે."
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું - "આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટિઝન સેન્ટ્રિક ડિપ્લોમસીથી, ભારત-યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ વેગ મળશે. હું ગુજરાતના સૌ નાગરિકો વતી આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્યાપાર કરાર બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવું છું."

ADVERTISEMENT
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ થયા પછી અમેરિકાએ ભારતીય આયાત પર રેસિપ્રોકલ ટેરિફ 25%થી ઘટાડીને 18% કરી દીધો છે. સાથે જ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ 25% ટેરિફ લગાવવામાં આવ્યો હતો, તે પણ ખતમ કરી દીધો છે, જેથી હવે અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર 18% ટેરિફ લાગશે.
આ પણ વાંચો: જૂનાગઢમાં એકતરફી પ્રેમમાં યુવકનું આત્મવિલોપન
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે અમેરિકા લાંબા સમયથી ભારતના ઊંચા આયાત ટેરિફની ટીકા કરતું આવ્યું છે. વર્ષ 2025માં અમેરિકાએ ભારતના સરેરાશ ટેરિફ દરો અનુસાર 25% રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો. આ પછી યૂક્રેન સંઘર્ષ દરમિયાન રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવાને કારણે અમેરિકાએ ભારત પર ઓગસ્ટ 2025માં દંડ તરીકે વધારાનો 25% ટેરિફ લગાવ્યો હતો. જે પછી ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો હતો, પણ હવે અ ટેરિફ ઘટાડી દેવામાં આવતા ભારતીય નિકાસકારોને મોટી રાહત મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.