બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં એકતરફી પ્રેમમાં યુવકનું આત્મવિલોપન
Last Updated: 10:44 PM, 4 February 2026
Junagadh News: જૂનાગઢ શહેરના મોતીબાગ વિસ્તારમાં એક ઓફિસમાં આજે યુવકે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી જીવન ટુકાવ્યુ છે. એકતરફી પ્રેમમાં યુવકે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રિએ મનાય છે.
ADVERTISEMENT
જૂનાગઢ શહેરના મોતીબાગ વિસ્તારમાં આવેલી ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન ઓફિસમાં યુવકે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જાવિદ કાદરી નામના યુવકે ઓફિસમાં અચાનક પ્રવેશ્યો હતો. અને તેણે પોતાના શરીરે પેટ્રોલ છાંટીને જીવન ટુકાવ્યુ હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઓફિસમાં યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે પંચનામું શરૂ કર્યું હતું. અંતિમ પગલું ભરતા આ યુવકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે 'સેડ સોંગ્સ' ના સ્ટેટ્સ પણ મૂક્યા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીને બ્રેઈન ડેડ જાહેર કરાયા, પરિવાર કરશે અંગદાન, આપઘાતનું કારણ અકબંધ
ADVERTISEMENT
પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. ઓફિસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. એકતરફી પ્રેમમાં યુવકે પેટ્રોલ છાંટી આપઘાત કર્યાનું પ્રાથમિક દ્રષ્ટ્રિએ મનાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.