બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીને બ્રેઈન ડેડ જાહેર કરાયા, પરિવાર કરશે અંગદાન, આપઘાતનું કારણ અકબંધ
Last Updated: 08:53 PM, 4 February 2026
Surat News: સુરત શહેરના જાણિતા બિલ્ડર તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરીએ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોળી મગજની આરપાસ નીકળી ગઈ હોવાથી સ્થિતિ અતિ નાજુક હતી અને અંતે ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા છે.
ADVERTISEMENT
ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ તેમના નિવાસસ્થાને રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ નાજુક સ્થિતિને લઇ ડોક્ટરે બ્રેઇન ડેડ જાહેર કર્યા છે. તુષાર ઘેલાણીને બ્રેઈન ડેડ જાહેર કરાતા જ પરિવાર અને મિત્ર સર્કલમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘેલાણી પરિવારે તુષારભાઈના અંગોનું દાન કરવાની જાહેરાત કરી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુધારા સાથે સુરત-AMCનું ઐતિહાસિક બજેટ રજૂ, કરાઇ મોટી-મોટી જાહેરાત
તુષાર ઘેલાણીએ આવું પગલું કેમ ભર્યું તે પોલીસ અને પરિવાર માટે ચોકાવનારુ બન્યુ છે. પ્રાથમિક તપાસમાં પત્ની સાથેની સામાન્ય તકરાર સામે આવી છે. ઉમરા પોલીસે ઘટનાસ્થળેથી રિવોલ્વર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું નામ હતું.
ADVERTISEMENT
નોધનીય છે કે, 5 ફેબ્રુઆરીના તેમની દીકરીના લગ્ન થવાના હતા. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આવા સમયે તેમણે ભરેલુ આ પગલુ પરિવારજનોને ચિંતામાં મુકી દીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.