બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat farmers may get good news soon, see what is the plan of Bhupendra Patel government

કૃષિ સહાય / ગુજરાતના ખેડૂતોને ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર, જુઓ ભૂપેન્દ્ર પટેલ સરકારનો શું છે પ્લાન

Mehul

Last Updated: 06:29 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાના સત્ર બાદ રાજ્યમાં ભારે વરસાદથી નુસાન પામેલા કૃષિ પેદાશની આર્થિક સહાય જાહેર કરી શકે છે રાજ્ય સરકાર.વિધા દીઠ સહાયનો નિર્ણય મુખ્યમંત્રી હસ્તક.

  • ખેડૂતોને અપાતી સહાય વધવાની વિચારણા
  • સત્ર બાદ સહાય પેકેજની જાહેરાત થઈ શકે છે
  • વીઘા દીઠ સહાય બાબતે CM લેશે નિર્ણય

ગુજરાતમાં આવેલા અતિક્રમી એવા તૌક્તે વાવાઝોડા અને ત્યારબાદ, અતિવૃષ્ટિ જેવા વરસાદે સુરાષ્ટ્ર,ગુજરાતના કેટલાય ખેડૂતોના ઉભા પાકને ધોઈ નાખ્યો પરિણામે ખેડૂત સરકાર સામે કોઈ મોટી રાહત/સહાય જાહેર થાય તે આશાએ બેઠો છે ત્યારે, સરકાર પણ ખેડૂતોની હામી હોય તેમ આ માટે મોટો નિર્ણય કરી શકે છે.ખેડૂતોને રાહત સહાયમાં મોટો વધારો વીઘાદીઠ આપી સરકાર ખેડૂતોના ચહેરા પર હાસ્ય જોવા ઉત્સુક છે.પણ,વિધાદીઠ કેટલી સહાય આપવી તેનો નિર્ણય મુખ્યમંત્રી જ કરશે

નિર્ણય વિધાનસભા સત્ર બાદ  

ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 27-28 તારીખે મળશે.અને ત્યાર બાદ રાજ્ય સરકાર ખેડૂતોના હિતનો નિર્ણય કરશે. હાલમાં ખેડૂતોને SDRFના ધારાધોરણ મુજબ સહાય ચુકવાય છે.આ સહાયમાં ખેડૂતોને વિધાદીઠ રૂપિયા  6 હજાર 800 ની સહાય મળી રહી છે. વિધાનસભા સત્ર બાદ સહાય પેકેજની જાહેરાત થઈ શકે છે અને તેમાં પાક નુકસાન સહાયની રકમમાં વિઘા દીઠ રૂ.10થી 15 હજાર વધી શકવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.વિઘા દીઠ રૂ.20 હજારની સહાય બાબતે રાજ્યના મુખ્યમંત્રી નિર્ણય લેશે.

મલકી ઉઠશે ખેડૂતોના ચહેરા

સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં તૌક્તે અને ત્યાર બાદ પાછોતરા વરસાદે ભારે તબાહી મચાવી છે.ખાસ કરીને, જામનગર, જૂનાગઢ,ગીર-સોમનાથ અને રાજકોટ જીલ્લાઓ,ઉપરાંત તૌક્તે એ ગીર-સોમનાથ,અમરેલી જીલ્લાની ખેતીને લગભગ બરબાદ કરી નાખી હતી. તત્કાલીન રૂપાણી સરકારે કેટલીક સહાય અને સર્વે કરાવ્યા હતા.બાદમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વેળા જ ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું.અને રાજ્યના નવા સુકાની ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા પહેલા જ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરવો પડ્યો હતો..હવે જ્યારે સહાય પેકેજ વધારવા માટે ખેડૂતોની માંગ ઉઠી છે ત્યારે, સરકાર, ખેડૂતો માટે હિતકારી નિર્ણય કરી શકે છે  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ