બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Farmer Uses Hard Brains: Sprays 5 Bigha of Land in 25 Minutes, Takes a Day if Workers Are Hired

ટેકનોલોજી / ગુજરાતનાં ખેડૂતે જબરું મગજ વાપર્યુ: 25 મિનિટમાં 5 વીઘા જમીનમાં દવાનો છંટકાવ, શ્રમિકો રાખે તો એક દિવસ લાગે

Vishal Khamar

Last Updated: 04:39 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

  • કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેક્નોલોજીનો નવતર પ્રયોગ 
  • ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરાવ્યો
  • ડ્રોનથી દવાનો છંટકાવ કરવાની યોજનાનો શુભારંભ

અરવલ્લીનાં સજ્જનપુરાકંપામાં ડ્રોન ટેકનોલોજીનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીનાં નવતર પ્રયોગ કરવામાં આવ્ય હતો. જેમાં ખેડૂતોએ ડ્રોનથી  3 એકરમાં છંટકાવ કરાવ્યો હતો. જેમાં લેબર દ્વારા 5 વીઘામાં તરબૂચના પાક પર દવા છાંટવા એક દિવસ લાગે છે. જ્યારે ડ્રોનથી દવા છાંટવામાં આવે તો 25 મિનિટ લાગે છે. ડ્રોન પદ્ધતિથી સમય અને સારૂ રિજલ્ટ મળે છે.  અરવલ્લી જીલ્લાના કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. તરબૂચની ખેતીમાં ડ્રોનથી દવા છંટકાવ કરવાની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.  ત્યારે ડ્રોન વડે દવા છંટાવ કરવાની સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાની શરુઆત કરવામાં આવી છે.

ખેતરમાં પાકનું વાવેતર

આ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવાની હોય છે
રાજ્યના ખેડૂતો હવે  ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ હાથ ધરાશે. રસાયણો, નેનો યુરીયા, પ્રવાહી-જૈવિક ખાતરના છંટકાવ માટે બે પદ્ધતિનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એક છે ડ્રોન ટેક્નોલોજી અને બીજી છે કૃષિ વિમાનના ઉપયોગ.નેનો યુરીયાના છંટકાવ માટે ખાસ 2 થી 3 ગામોના 1500 એકરના ક્લસ્ટર બનાવી ડ્રોન દ્વારા છંટકાવ કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે.

ડ્રોનની મદદથી દવાનો છંટકાવ

કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ
પીએમ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ સહિત અનેકવિધ નવા આયામો -સુધારા અમલી બનાવ્યા છે.  પીએમ મોદીના આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા વર્ષ 2022-23 દરમિયાન કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી- કૃષિ વિમાનના મહત્તમ ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ રૂ.3500 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ 1.40 લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરીયા, FCO માન્ય પ્રવાહી તેમજ જૈવિક ખાતરના છંટકાવની કામગીરી બે પધ્ધતિ દ્વારા અમલમાં મૂકવાનો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ જણાવ્યું હતું.

કૃષિમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ

કેટલી મળશે સહાય ?
રાજ્ય સરકાર દ્વારા   સહાયનું ધોરણ ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂ.500/- બે માંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. ખાતર-જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં ૪૦% વધારાની સાથે પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે.
20 મીનીટમાં 1 હેક્ટરમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાશે
તેમણે કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની સહાયકારી યોજનાથી ખુબ જ મોટા પ્રમાણમાં ફાયદાઓ થશે તેમ જણાવતાં કહ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી -કૃષિ વિમાનના ઉપયોગથી ફકત 20 મિનિટમાં 1 હેક્ટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે. જેમાં રસાયણનો 90% થી વધુ અસરકારક ઉપયોગ કરી શકાય છે. 
ખેડૂતોને શું થશે ફાયદો ?
ખાતર અને જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં 40% વધારો તથા પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાશે.  આ ઉપરાંત ખેત મજૂરની સમસ્યાનું નિવારણ લાવી ખેડૂતોનું સ્વાસ્થ્ય, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની તકો ઊભી કરી શકાશે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે તેવો કૃષિમંત્રીએ અનુરોધ પણ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ