બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Elections 2022: In Gujarat, political parties put posters on the back of rickshaws for campaigning

પ્રચારનો 'રસ્તો' / ચૂંટણીટાણે ગુજરાતમાં અચાનક જ વધી રિક્ષાવાળાઓની ડિમાન્ડ, નેતાઓ પણ ડોકયા દેવા લાગ્યા, જાણો કારણ

Vishnu

Last Updated: 11:46 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. અમદાવાદનો રીક્ષા વાળો આ ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે રાજકીય પક્ષોને મોટી મદદ કરી રહ્યો છે. અમદાવાદના ખૂણે ખૂણે પહોંચતા રીક્ષા વાળાઓને રાજકીય પક્ષો શોઘી રહ્યા છે.

  • રાજનીતિમાં રિક્ષાવાળો
  • પ્રથમ વખત રિક્ષાચાલકોની નોંધ 
  • પ્રચાર-પ્રસારમાં રિક્ષાનો ભરપૂર ઉપયોગ 

વિધાનસભા ચૂંટણીની તારીખો હવે થોડા જ દિવસોમાં જાહેર થવા જઈ રહી છે.  અને દરેક રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે.  એવું લાગે છે રાજકીય પાર્ટીઓ ટોપગીયરમાં 24 સે કલાક કામ કરી રહી છે.  અહીં ટોપગીયર એટલા માટે કહેવું પડી રહ્યું છે.  કારણ કે, આ વખતે પહેલી વાર ચૂંટણી પ્રચારમાં રિક્ષાનો ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે. ચૂંટણી આવે ત્યારે પ્રચારની અવનવી તરકીબો લાઈમલાઈટમાં આવી જાય, પરંતુ આ વખતે રીક્ષા અને રીક્ષાચાલકોને બહોળી પ્રસિદ્ધિ મળી રહી છે.  અને આવું ગુજરાતમાં પહેલી વાર જોવા મળ્યું છે. 

રિક્ષા બની સૌથી મોટા પ્રચારનું માધ્યમ 
ભાજપ હોય.  કોંગ્રેસ હોય.  આમ આદમી પાર્ટી હોય કે, અન્ય રાજકીય પક્ષો. દરેક લોકો શહેરો અને ગામડાઓના ખૂણે-ખૂણાથી જાણકાર રિક્ષા ચાલકોને શોધી રહ્યા છે.  ત્યારે વીટીવીની ટીમ જ્યારે અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં પહીંચી તો એક રિક્ષા ચાલક કાકા મળી ગયા.  કાકાની રિક્ષા પાછળ ભારતીય જનતા પાર્ટીના બોર્ડ લગાવેલા હતા. જ્યારે અમારી ટીમે કાકા સાથે વધું સંવાદ કર્યો તો જાણવા મળ્યું કે, રાજકીય પાર્ટીઓના પોસ્ટર ચીપકાવવાથી કાંઈ નથી મળતું.  પરંતુ રિક્ષામાં માઈક લગાવીને કોઈપણ પાર્ટી પ્રચાર કરે છે.  ત્યારે એક દિવસના હજાર રૂપિયા મળી જાય છે.  

નેતાઓ શોધી રહ્યા છે રિક્ષાવાળાને
ભાજપનો પ્રચાર કરતી રિક્ષા તો મળી ગઈ.  પરંતુ ત્યાં અમે આગળ કોંગ્રેસની રીક્ષા શોધવા નીકળ્યા. કારણ કે 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પણ પહેલી વાર વિકાસના મુદ્દે પ્રચાર કરી રહી છે. કોંગ્રેસનું કામ બોલે છે અને કોંગ્રેસના 8 વચન સાથે અમદાવાદમાં અનેક રિક્ષામાં પ્રચાર થઇ રહ્યો છે. જો કે આ રીક્ષા ચાલાક પણ એવું જ કહે છે કે કોઈ પૈસા નહિ મળતા પણ 1500 બે હજારમાં બનતું હુડ ફ્રી ઓફ કોસ્ટ મળી જાય છે. રાજકીય પરિણામોમાં કોણ બાજી મારશે અને કોણ નહીં તે તો આવનાર સમય જ બતાવશે.  પરંતુ ચૂંટણી સુધી રિક્ષાચાલકોની કમાણીનો સ્ત્રોત ખુલી ગયો હોય તેવું ચોક્કસથી લાગે છે.  એટલે કે, ભાઈ નેતાઓ કરતા રિક્ષા ચાલકોની ડિમાન્ડ શહેરોમાં વધું લાગે છે. 

રિક્ષાના રસ્તે જંગ જિતાશે
ભાજપ કોંગ્રેસની રિક્ષાઓ તો અમદાવાદના રસ્તાઓ પર ખૂબ જોવા મળી.  પરંતુ ત્રીજા પક્ષ એટલે કે આમ આદમી પાર્ટીની રાજનીતિમાં રિક્ષાચાલકોની એન્ટ્રી કેટલીક છે.  તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો.  આમ આદમી પાર્ટીના સર્વેસર્વા એટલે કે અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં આવીને એક રિક્ષામાં પ્રવાસ કર્યો હતો.  અને રિક્ષા ચાલકને ઘરે જમ્યા પણ હતા.  જ્યાંથી તેમની રિક્ષાવાળી રાજનીતિ શરૂ થઈ ગઈ.  પરંતુ આમ આદમી પાર્ટી રિક્ષાચાલકોને કેમ આટલું મહત્વ આપે છે? તેનું કારણ એ છે કે અગાઉ દિલ્હી અને પછી પંજાબમાં પણ આમઆદમી પાર્ટીએ રિક્ષાચાલકોને વિશેષ મહત્વ આપીને તેમના દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો.  અને આ પ્રયાસ સફળ નીવળ્યો હતો.  

હજાર રૂપિયામાં હજારો લોકો સુધી પ્રચાર 
પાર્ટીની ધારણા મુજબ, રીક્ષાચાલકો શહેરી મતદારો સાથે સીધો અને ઘનિષ્ઠ સંપર્ક ધરાવતા હોવાથી તેઓ પાર્ટીના સાચા પ્રચારકો સાબિત થઈ શકે છે. મુસાફરી દરમિયાન તેઓ પોતાનો રાજકીય ઝુકાવ રીક્ષામાં બેઠેલાં પ્રવાસી સમક્ષ પણ રજૂ કરતાં હોય છે. વળી, મોટાભાગે રીક્ષાચાલકો સમાજના પછાત વર્ગના હોવાથી આડકતરી રીતે પછાત સમૂહને પણ ટાર્ગેટ કરી શકાય છે. પણ ગુજરાતમાં રાજનીતિ દિવસેને દિવસે બદલતી જાય છે ત્યારે રિક્ષા પર સવાર થઈને ગુજરાતમાં પણ ગાંધીનગર સુધી પહોંચવાનો રાજકીય પાર્ટીનો પ્રયાસ કેટલો સફળ થશે એ તો સમય આવ્યે ખબર પડશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ