ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Education Department's biggest decision to prevent exam malpractice, circular announced

BREAKING NEWS / પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ગુજરાતના શિક્ષણ વિભાગનો સૌથી મોટો નિર્ણય, જાહેર કર્યો પરિપત્ર

Published By: Vishal Khamar

Last Updated: 04:06 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બોર્ડની પરીક્ષામાં કેટલાક શાળા સંચાલકો વિદ્યાર્થીઓને મદદ કરતા હોવાનાં આક્ષેપો થયા હતા. જેને લઈને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષામાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • બોર્ડની પરીક્ષાને લઇ મોટો નિર્ણય
  • રાજ્ય શિક્ષણ વિભાગનો પરિપત્ર 
  • પરીક્ષા કેન્દ્રો પર હવે સંચાલકોને "નો એન્ટ્રી"
  • પરીક્ષામાં ગેરરિતી અટકાવવા માટે નિર્ણય

રાજ્યમાં બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો તેમજ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવી છે.  ત્યારે બોર્ડની પરીક્ષા પહેલા શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  જે સ્કૂલમાં બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.  તે સ્કૂલના સંચાલકોને સ્કૂલમાં હાજર રહેવા પર બોર્ડ દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે આગામી માર્ચમાં યોજોનારી બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી મહત્વનો નિર્ણય લીધો છે.  પરીક્ષામાં થતી ગેરરિતી અટકાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લીધો છે.  કેટલાક સંચાલકો કેટલાય વિદ્યાર્થીઓને મદદ કરતા હોવાના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય  લેવામાં આવ્યો છે. 
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
GSEBએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર
ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તા.6થી 20 જાન્યુઆરી સુધી પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેવું નોટિફેકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં  ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન  પ્રવાહના  ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) 2023 પરીક્ષા માટેની ઓન લાઈન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www. gseb.org પર મુકવામાં આવેલ છે.
અગાઉ પણ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હતો 
અગાઉ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. JEE મેઇન્સ પરીક્ષા બાદ પણ પ્રિલિમ કસોટીની પરીક્ષા આપી શકે તેવો, તેમજ JEEના કારણે શાળાની પ્રિલિમ કસોટી ન આપી શકનાર વિદ્યાર્થીઓને તક અપાશે. તેમજ પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ ફરી જે તે વિષયની પરીક્ષા લેવામાં આવશે. 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન શાળા કક્ષાએ ફરી પરીક્ષા લેવાશે. JEE નાં કારણે પ્રિલીમ કસોટી ચૂકી જનાર વિદ્યાર્થીની ફરી પરીક્ષા આપી શકશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Class 10-12 Exam GSEB Board Exam administrators gujarat ગુજરાત ધોરણ 10-12 પરીક્ષા મોટો નિર્ણય સંચાલકો Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ