બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Education Board Chairman A.J. Shah resigned

BIG BREAKING / શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહના એકાએક રાજીનામાંથી અનેક તર્ક-વિતર્ક, આપ્યું પારિવારિક કારણ

Malay

Last Updated: 10:25 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે પાંચમું એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું આપી દેતા શિક્ષણ આલમમાં ભારે ચર્ચા ઉઠી છે.

  • ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેનનું રાજીનામું 
  • શિક્ષણ બોર્ડ ચેરમેન એ.જે. શાહનું રાજીનામું 
  • પારિવારિક કારણ આપી આપ્યું રાજીનામું 
  • રાજીનામું સ્વીકારવાની અરજી હાલ પેન્ડિંગ 

Gandhinagar News:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. જોકે, હાલમાં તેમનું રાજીનામું સ્વીકારવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. એટલે કે એ.જે શાહનું રાજીનામું સ્વીકારવાની અરજી હાલ પેન્ડિંગ છે. 

ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, હવેથી  અંગ્રેજી-ગુજરાતી સહિતના માધ્યમ બદલી શકાશે | now 9 to 12th students can  change the medium in gujarat

નિવૃત્તિ બાદ અપાયું હતું એક્સેટેન્શન
નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો. જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપીને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. 

પાંચમું એક્સટેન્શન પૂર્ણ થયા પહેલા રાજીનામું
તેમને પાંચમું એક્સટેન્શન મળ્યા બાદ તેમણે અચાનક રાજીનામું ધરી દેતા શિક્ષણ આલમમાં ભારે ચર્ચા ઉઠી છે. એ.જે શાહ લાંબા સમય સુધી બોર્ડના ચેરમેન રહ્યા બાદ પાંચમું એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલા જ તેમણે અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર, નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહે પારિવારિક કારણ આપી રાજીનામું આપી દીધું છે.  સરકાર દ્વારા હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. સંભવત આગામી થોડાક સમયમાં તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવશે. જે બાદ શિક્ષણ બોર્ડમાં નવા ચેરમેનની નિમણૂક થશે. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ