ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'શક્તિ' વાવાઝોડાની આગાહી વચ્ચે દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ, જુઓ હિલોળા મારતો દરિયો

સાચવજો / 'શક્તિ' વાવાઝોડાની આગાહી વચ્ચે દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ, જુઓ હિલોળા મારતો દરિયો

Published By: Priykant Shrimali

Last Updated: 09:49 AM, 4 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shakti Cyclone : શક્તિ નામનું આ વાવાઝોડું હાલ દ્વારકા થી આશરે 240 કિમી દુર છે અને દર કલાકે 12 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે

ADVERTISEMENT

Shakti Cyclone : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડા (Shakti Storms) ને લઈને ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. શક્તિ નામનું આ વાવાઝોડું હાલ દ્વારકા થી આશરે 240 કિમી દુર છે અને દર કલાકે 12 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં આ વાવાઝોડું વધુ શક્તિશાળી બની દ્વારકા તરફ આગળ વધી શકે તેવી સંભાવના છે.

વાસ્તવમાં હાલમાં દ્વારકાના દરિયાકાંઠે પવન સાથે ઊંચા-ઊંચા મોજાં ઊછળી રહ્યા છે, તેમજ દરિયામાં તીવ્ર કરંટ જોવા મળી રહ્યો છે. એથી સ્પષ્ટ છે કે, વાવાઝોડાની અસર કિનારાના વિસ્તારોમાં હળવી રીતે પ્રારંભ થઈ ચૂકી છે.

માછીમારો માટે કડક સૂચનાઓ

ગુજરાત સરકારના ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તારોમાં માછીમારી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આ પહેલ તાત્કાલિક અસરથી અમલમાં મૂકાઈ છે.

તંત્ર દ્વારા સાવચેતીના પગલાં

શક્તિ વાવાઝોડું (Shakti Storms) દ્વારકા ઉપર સીધી અસર પાડે તે પહેલા જ તંત્ર દ્વારા પ્રયાપ્ત સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દરિયાકાંઠાના ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને જરૂર પડે તો સ્થળાંતર પણ કરાવવામાં આવશે. તટવર્તી વિસ્તારોમાં રહેતા લોકો માટે ચેતવણી જારી કરવામાં આવી છે અને નગરજનોને પણ દરિયા તરફ ન જવા સૂચના આપવામાં આવી છે.

શક્તિ વાવાઝોડાની અસર પોરબંદરના સમુદ્રમાં જોવા મળી

પોરબંદરના સમુદ્રમાં શક્તિ વાવાઝોડાની અસર જોવા મળતા પોરબંદરની દરિયાઈ પટ્ટીના ગામડાઓને સાવચેત કરાયા છે. જેમાં ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે સમુદ્રમાં ફિશિંગ કરવા ગયેલ માછીમારોને પરત ફરવા સુચના અપાઈ છે. મહત્વનું છે કે, અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડાને લઈ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : બિહાર-બંગાળથી લઇને પંજાબ સુધી..., ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં તો વાવાઝોડું ત્રાટકશે!

આ તરફ તંત્ર તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ ખોટી માહિતી પર વિશ્વાસ ન રાખે અને ફક્ત સરકારી જાહેરાતો અને સમાચાર સૂત્રોને આધારે જ માહિતી મેળવે. દરિયા કિનારેથી દૂર રહેવું અને તંત્રના સૂચનોનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arabian Sea Shakti cyclone Dwarka

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ