બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ‘ઘર મેં જો ભી હૈ હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે’ દંપતીને છરીની અણીએ બંધક બનાવી 21 લાખની લૂંટ

ક્રાઇમ / ‘ઘર મેં જો ભી હૈ હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે’ દંપતીને છરીની અણીએ બંધક બનાવી 21 લાખની લૂંટ

Priykant Shrimali

Last Updated: 03:23 PM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Crime : શીલજ વિસ્તારમાં ત્રણ લૂંટારાઓએ રાત્રે બંગલામાં ઘૂસીને ધાડ ચલાવી, જીવથી મારી નાખવાની ધમકી આપી અને લાખોની લૂંટ કરી ઇસમો ફરાર

Ahmedabad Crime : મેટ્રો સિટી અમદાવાદમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આર્યમાન બંગલોઝ સોસાયટીમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. ત્રણ અજાણ્યા શખસોએ રાત્રિના અંધારામાં 75 વર્ષીય વૃદ્ધ દંપતીને છરીની અણીએ બંધક બનાવી રૂ. 21.91 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ જીવથી મારી નાખવાની ધમકી આપતા દંપતીને એકબીજાના માથે હાથ મુકાવી સોગંદ ખવડાવી હતી કે તેઓ આ બનાવની જાણ કોઈને કરશે નહીં.

જાણો શું છે સમગ્ર ઘટના ?

ફરિયાદી 75 વર્ષીય ભરતભાઈ શાહ પત્ની પલ્લવીબેન સાથે આર્યમાન બંગલોઝમાં રહે છે. તેઓ ચાંગોદર ખાતે ક્રોસમાર્ક ઈનોવેશન નામની ટેક્સટાઈલ મશીનરી બનાવતી ફર્મ ચલાવે છે. 26 ઓક્ટોબરની રાત્રે લગભગ 12.30 વાગ્યે દંપતી સુઈ ગયાં હતાં. રાત્રે દોઢ વાગ્યે ભરતભાઈ બાથરૂમ માટે જાગી ગયા અને પરત આવ્યા બાદ બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. આ દરમિયાન ત્રણ લૂંટારાઓ બારીનો કાચ તોડી ઘરમાં ઘૂસ્યા હતા.

આવાજ મત કરના, નહીં તો માર દેંગે

દસ મિનિટ પછી ભરતભાઈ ફરી જાગ્યા ત્યારે બે અજાણ્યા શખસ છરી લઈને તેમની સામે ઊભા હતા. એક લૂંટારાએ હિન્દીમાં ધમકી આપી “આવાજ મત કરના, નહીં તો માર દેંગે.” પછી પલ્લવીબેન જાગી ગયાં ત્યારે ત્રીજો લૂંટારો બેડરૂમમાં ઘૂસી આવ્યો અને કહ્યું “ઘર મેં જો ભી હૈ હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે.”

તિજોરી ખોલાવી લૂંટ ચલાવી

ડરથી ગભરાઈ ગયેલી પલ્લવીબેનને લૂંટારાઓએ તિજોરી બતાવવાની ફરજ પાડી. તેમણે બેડરૂમની તિજોરી ખોલી આપી, જ્યાંથી લૂંટારાઓએ હીરા અને સોનાના દાગીના, પ્લેટિનમના કડા, ઘડિયાળો અને રોકડ મળી કુલ રૂ. 21.91 લાખની લૂંટ ચલાવી.

રાતે 12.57 થી 2.48 વચ્ચે ત્રણેય લૂંટારાઓ સક્રિય

CCTV ફૂટેજ મુજબ લૂંટારાઓ મકાનના પાછળના ભાગેથી દીવાલ કૂદીને રાત્રે 12.57 વાગ્યે ઘરમાં પ્રવેશ્યા હતા. તેમણે ડાઇનિંગ રૂમની બાજુમાં આવેલી બારીનો કાચ તોડીને પ્રવેશ કર્યો હતો. લગભગ ત્રણ કલાક સુધી ઘરમાં રહી લૂંટ ચલાવ્યા બાદ રાતે 2.48 વાગ્યે દીવાલ કૂદીને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : 'સરકાર ગતકડાં બંધ કરે અને...', પાક નુકસાનને લઈ પ્રતાપ દૂધાતના આકરા પ્રહાર

બોડકદેવ પોલીસે ગુનો નોંધ્યો

આ તરફ લૂંટ બાદ ગભરાયેલાં વૃદ્ધ દંપતીએ તરત જ સિક્યોરિટી ગાર્ડને જાણ કરી. સીસીટીવી ચેક કર્યા બાદ ગાર્ડે ઘટના બોડકદેવ પોલીસને જાણ કરી. ભરતભાઈ શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બોડકદેવ પોલીસ મકાનની આસપાસના CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે ત્રણેય લૂંટારાઓની શોધખોળ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Theft in house Bodakdev Police
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ