બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Corona Updates Number of New cases And death

મહામારી / સમગ્ર ગુજરાતની સાથે આ મહાનગરોમાં પણ કોરોનાના નવા કેસમાં ઘટાડો, પરંતુ મોતના આંકમાં વધારો

Shyam

Last Updated: 08:04 PM, 9 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,084 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે આજે 121 લોકોના મોત, સાજા થવાની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે

  • ગુજરાતમાં કોરોના સંકટ ઘટ્યું 
  •  24 કલાકમાં 11,084 નવા કેસ
  • 14,770 દર્દીઓ થયાં સાજા

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,084 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે 121 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે.

છેલ્લા 24 કલાકમાં 121 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8394 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,770 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,33,004 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 786 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં 1,35,41,635 લોકોને અપાઇ રસી 

સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,35,41,635 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. 

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2883 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 72 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 836 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 274 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 790 કેસ, જ્યારે ગ્રામ્યમાં 391 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 395 કેસ અને ગ્રામ્યમાં 351 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

કોરોનાને લઈને અમદાવાદમાં થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં થોડા દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે vtvના રિપોર્ટરે કરેલા અહેવાલમાં 1200 બેડની સિવિલમાં એકપણ એમ્બ્યૂલન્સ લાઈનમાં જોવા મળી નહોતી. તો આજે પ્રથમ વખત 30 કરતા વધુ ઓક્સિજન બેડ સિવિલમાં ખાલી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, મેનેજમેન્ટ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. મહામારીમાં 80થી 100 એમ્બ્યૂલન્સની લાઈનો હોવા છતાં સારવાર માટે દોડાદોડી ચાલી રહી હતી.

શાબાશ છે અમદાવાદના સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટને અને ખાસ કરીને સુપ્રિટેન્ડેનને જામણે રાત દિવસ જોયા વગત સતત  કામ કર્યું અને સિવિલ હોસ્પિટલની બહાર પડી રહેલા એમ્બ્યુલન્સના કાફલાને ઓછો કરવા માટે સતત મહેનત કરી. એક પણ ફરિયાદ વગર સિવિલ હોસ્પિટલની તામામ ટીમો સતત કામ કરી રહી છે અને કદાચ એના કારણે જ આવી મહામારીમાં 80થી 100 એમ્બ્યુલન્સ લાઈનમાં હોવા છતાં તેઓએ હિંમ્મત હાર્યા વગર કામ કર્યું અને કરી રહ્યા છે જેના લીધે જ સિવિલમાંથી દર્દીઓ જલ્દી રિકવર થઈ ઘરે જઈ રહ્યા છે. અને સિવિલમાં આજે ૩0 કરતા વધુ ઓક્સિજન બેડ ખાલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ