બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Corona Case, Night Curfew, Corona new Guide Line 24-2-2022
Vishnu
Last Updated: 09:18 PM, 28 February 2022
ADVERTISEMENT
ગત ગાઈડલાઇન 25 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી ત્યારે રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર કરી છે. 6 મનપાને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તી અપાયા બાદ હવે અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.વેપારીઓને તકલીફ ન થાય તેને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં.
ADVERTISEMENT
અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી દેવામાં આવી
રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની સમીક્ષા કરી ગૃહ વિભાગના તા.૧૭.૦૨.૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ થી રાજયના ૨ મહાનગરો અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં રાત્રિ કર્યુ તથા નિયંત્રણો તેમજ સમગ્ર રાજયમાં પણ તા,૨૫,૦૨,૨૦૨૨ના સવારના ૦૫:૦૦ કલાક સુધી કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ હતા. પુખ્ત વિચારણા બાદ ગૃહ વિભાગના તા.૧૭.૦૨.૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ ૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી રાજયના ૨ મહાનગરો અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં અમલમાં મુકવામાં આવેલ રાત્રિ કર્યુ તા.૨૫.૨.૨૦૨૨થી દૂર કરવામાં આવે છે. સમગ્ર રાજયમાં નીચે મુજબના નિયંત્રણો તા.૨૫.૦૨.૨૦૨૨ થી તા.૦૧.૦૩.૨૦૨૨ સુધી અમલમાં રહેશે
કયા શું છૂટ અપાઈ?
તમામ પ્રકારના રાજકીય, સામાજીક (લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં-ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યકિતઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦%ની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭.૧૨.૨૦૨૧ના હુકમથી જાહેર કરવામાં આવેલ નીચે મુજબના ૪.National Directives for Covid-19નું સમગ્ર રાજયમાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આજે ગુજરાતમાં માત્ર 293 કેસ
ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 20 દિવસથી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 293 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 112 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 07 કેસ તો રાજકોટ શહેરમાં 11 કેસ, વડોદરા શહેરમાં 30 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 08 કેસ, ભાવનગર શહેરમાં 01 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 729 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 2942 સંખ્યા સુધી પહોંચી ગઈ છે. જ્યારે 34 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT