બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગેસની અછતને લઈને વિધાનસભામાં વિપક્ષનો હલ્લાબોલ, અમિત ચાવડાએ સિલિન્ડર લીધો ખભે

હોબાળો / ગેસની અછતને લઈને વિધાનસભામાં વિપક્ષનો હલ્લાબોલ, અમિત ચાવડાએ સિલિન્ડર લીધો ખભે

Jinal Chauhan

Last Updated: 02:54 PM, 13 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે (13 માર્ચ) 14 દિવસ પુરા થયા છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર હવે ભારત પર પણ દેખાઈ રહી છે. ગેસ સપ્લાય ચેઇનમાં વિક્ષેપ આવતાં દેશના અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની અછતની સ્થિતિ ઊભી થઈ છે. આ મુદ્દે કોંગ્રેસે સંસદથી લઈને રસ્તા સુધી સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે.

દેશભરમાં ગેસની તંગી સર્જાતા તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. અનેક રેસ્ટોરન્ટો ગેસ ન મળવાને કારણે બંધ થવાની સ્થિતિમાં છે, જ્યારે કેટલાકે કામકાજ તાત્કાલિક બંધ પણ કરવું પડ્યું છે. આ મુદ્દે કોંગ્રેસે આજે ગુજરાત વિધાનસભામાં પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ખભા પર ગેસ સિલિન્ડર લઈ વિધાનસભા પહોંચ્યા હતા જ્યારે તુષાર ચૌધરી માથે લાકડાં લઈને આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો ‘સાહેબનો આઈડિયા કામ આવ્યો?’ લખેલા પોસ્ટર સાથે વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

ગેસના બાટલા, લાકડા અને છાણા સાથે અનોખો વિરોધ

ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે ગાંધીનગર ખાતે વિધાનસભા બહાર અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડાં અને છાણા લઈને પહોંચ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ગેસ સપ્લાયમાં ઘટાડાને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં છે, છતાં સરકાર તરફથી પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા નથી.

લોકો ગેસ માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર: અમિત ચાવડા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું કે આજે સામાન્ય નાગરિકો ગેસ સિલિન્ડર મેળવવા લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બની રહ્યા છે. ગૃહિણીઓને ગેસ માટે અનેક જગ્યાએ દોડધામ કરવી પડે છે જે સરકારની નીતિની નિષ્ફળતા દર્શાવે છે. મોંઘવારી વચ્ચે ગેસની અછતથી સામાન્ય જનજીવન અને ઉદ્યોગો બંને પર અસર પડી રહી હોવાનું તેમણે કહ્યું.

Amit-chavda-2 (1) 111

ગેસ સપ્લાય મુદ્દે કેન્દ્ર સરકાર પર આક્ષેપ

અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું. તેમના કહેવા મુજબ વડાપ્રધાન અમેરિકા સામે નમતા હોવાના કારણે પેટ્રોલિયમ અને ગેસ સપ્લાય સંબંધિત મુદ્દે દેશના હિતોને નુકસાન થયું છે. તેમણે સરકારને તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી ઉપલબ્ધતા નક્કી કરવા માટે પગલાં લેવા માંગ કરી.

vtv app promotion

આ પણ વાંચોઃ કિંજલ રબારીના આંતરજ્ઞાતિય લગ્નને લઈ વિવાદ, બનાસકાંઠામાં સમાજ આગેવાનોની બેઠક

આગામી સમયમાં વધુ ગંભીર સ્થિતિ સર્જાવાની ચેતવણી

ચાવડાએ ચેતવણી આપી કે જો હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય સુધારવા અને મોંઘવારીના પ્રશ્ન પર તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat gas shortage Congress protest Amit Chavda
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ