ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાજપના સ્થાપનાથી આજદિન સુધી, ગુજરાતના આ જ નેતાઓ પ્રમુખથી CM સુધી પહોંચવામાં સફળ રહ્યા

રાજકારણ / ભાજપના સ્થાપનાથી આજદિન સુધી, ગુજરાતના આ જ નેતાઓ પ્રમુખથી CM સુધી પહોંચવામાં સફળ રહ્યા

Published By: Jay Bhatt

Last Updated: 09:58 AM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે હવે ગણતરીની કલાકોમાં જ નક્કી થઈ જશે, ત્યારે પ્રદેશ પ્રમુખથી મુખ્યમંત્રી પદ સુધી પહોંચવામાં માત્ર બે જ નેતાઓ સફળ રહ્યા હતા. જાણો કોણ છે તે નેતા...

ADVERTISEMENT

Gujarat: છેલ્લા કેટલાય સમયથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની અટકળો ચાલતી હતી, જો કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેની તારીખો જાહેર થતાં જ હવે તે અટકળો પર પૂર્ણવિરામ લાગી ચૂક્યો છે. આજે પ્રદેશ પ્રમુખ માટેનું ફોર્મ ભરવામાં આવશે, જેના દ્વારા જ ખ્યાલ આવી જશે કે ગુજરાત ભાજપના પક્ષની કમાન કોના હાથમાં જશે.

આવતીકાલે પ્રમુખની ચૂંટણી માટે મતદાન

આવતીકાલે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. આવતીકાલે આયોજિત મતદાન પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીના લોકસભા રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદની મતદાન પ્રક્રિયાની યાદી જાહેર કરી છે. જે અંતર્ગત લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદો પૈકી 10 ટકા મુજબ મતદારોનો સમાવેશ કર્યો છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણીયા મતદાન કરશે.

બે જ નેતા પ્રમુખમાંથી CM બન્યા

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની સત્તા મુખ્યમંત્રી કક્ષાની ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે, ભાજપમાં જે પણ પ્રમુખ બને તેનો મુખ્યમંત્રી બનવાનો ચાન્સ વધી જાય છે, જો કે ઈતિહાસ પર નજર કરીએ તો કઈક અલગ જ જોવા મળે છે, જેમાં ભાજપના સ્થાપનાથી અત્યાર સુધીમાં ભાજપના બે જ નેતાઓને પ્રમુખથી મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા છે. મહત્વની વાત એ છે કે બંને નેતા સૌરાષ્ટ્રના હતા જેમાં એક તો પાટીદારના કદાવર નેતા હતા.

vtv app promotion

આ નેતા ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા

ભારતીય જનતા પક્ષ વર્ષ 1980માં અસ્તિત્વમાં આવ્યો, ત્યારે ગુજરાતમાં પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે દિવંગત કેશુભાઈ પટેલ હતા. જે આગળ જતા 1995માં ભાજપ શાસનના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. એ પહેલા કેશુભાઈ પટેલને ભાજપ અને જનતા મો૨ચાની મિશ્ર સ૨કા૨માં નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું હતું. કેશુભાઈ પટેલ ઉપરાંત કાશીરામ રાણા, વજુભાઈ વાળા અને પરશોત્તમ રૂપાલા પણ મુખ્યમંત્રી પદના દાવેદાર રહ્યા હતા, જો કે તેઓ સીએમ બની શક્યા ન હતા.

વધુ વાંચો : તો આજ સાંજ સુધીમાં ફાઇનલ નામ જાહેર! ભાજપ પ્રદેશ પ્રમુખને લઇ મોટા સમાચાર

વજુભાઈના સ્થાને આનંદીબેન બન્યા હતા સીએમ

જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વજુભાઈ વાળાનું નામ સૌથી આગળ હતું. જો કે તેના સ્થાને આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. કેશુભાઈ પટેલ બાદ બીજા કોઈ નેતા પ્રમુખમાંથી મુખ્યમંત્રી બન્યા હોય તેવા દિવંગત વિજય રૂપાણી હતા. વિજય રુપાણીનું હમણા જ અમદાવાદ પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું. આ રીતે જોઈએ તો સૌરાષ્ટ્રથી બે ભાજપ પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી બન્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat BJP State President Gujarat BJP State President

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ