બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તો આજ સાંજ સુધીમાં ફાઇનલ નામ જાહેર! ભાજપ પ્રદેશ પ્રમુખને લઇ મોટા સમાચાર
Last Updated: 08:06 AM, 3 October 2025
આવતીકાલે ગુજરાત ભાજપને નવો પ્રદેશ પ્રમુખ મળશે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. આજે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પ્રદેશ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે. ગુજરાત ભાજપના 11માં પ્રદેશ પ્રમુખની પસંદગી માટે કુલ 292 મતદાતાઓ મતદાન કરશે.
ADVERTISEMENT
પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
ADVERTISEMENT
આજે બીજી ઓક્ટોબર ગાંધીજીની જયંતી પર ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખનુ કોકડું ગુંચવાયેલુ હતું. ત્યારે હવે લાંબા સમય બાદ આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે ત્રીજી ઓકટોબર ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11 વાગ્યાથી બે વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે. બપોર ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે સાંજે 5 થી અડધો કલાક ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે.

ADVERTISEMENT
કેન્દ્રની લીલીઝંડીના આધારે ચૂંટણી પ્રક્રિયા શરુ
બે દિવસ બાદ એટલે કે 4 ઓક્ટોબર 2025ના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધી ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટે મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત બપોરે 12 વાગ્યાની આસપાસ થઈ શકે છે. નોંધનીય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખને 5 વર્ષ પૂર્ણ થયા છે. કોઈ કારણસર ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરાયું ન હતું, ત્યારે હવે કેન્દ્રીય નેતૃત્વએ લીલીઝંડીના આધારે પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
પ્રદેશ પ્રતિનિધિઓના નામ સાથે યાદી લગાવાઈ

ADVERTISEMENT

કેવી રીતે થાય છે પ્રદેશ પ્રમુખની પસંદગી
ADVERTISEMENT
ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બન્નેના જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક થતી હોય છે. પાટીદાર અને OBC અથવા સવર્ણ અને ઓબીસી એમ ગણિત આંકવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી એક જ જ્ઞાતિમાંથી હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. છેલ્લી બે ટર્મથી ઓબીસી અને સવર્ણ એમ જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક આપવામાં આવે છે. સીએમ સવર્ણ હોય તો પ્રદેશ પ્રમુખ ઓબીસી હોય તેવા સમીકરણ બેસાડવામાં આવે છે.
વધુ વાંચો : ગુજરાત BJP ના પ્રદેશ પ્રમુખને લઈ સૌથી મોટા સમાચાર, આ સમાજના દિગ્ગજને મળી શકે જવાબદારી
નવા પ્રમુખના નામોને લઈ ચર્ચા શરૂ
ગુજરાતમાં ભાજપ પ્રદેશની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઈને હવે ચર્ચા શરુ થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક, બાબૂ ઝેબલીયા, ઉદય કાનગડ, શંકર ચૌધરી અને અર્જૂનસિંહ ચૌહાણના નામોની ચર્ચા થઈ રહી છે અને કેન્દ્રીય નેતૃત્વની મહોર નામ પર વાગી શકે છે. ચૂંટણી જાહેર કરવી એ ભાજપ પક્ષના બંધારણની પ્રક્રિયા પરંતુ એક જ વ્યક્તિ ફોર્મ ભરે છે.
પ્રદેશ પ્રમુખનો કાર્યક્રમ પહેલાથી જ નિશ્ચિત
જો કે નવા પ્રદેશ પ્રમુખ જે કોઇ પણ બને તે માટેનો તમામ કાર્યક્રમ ભાજપ પક્ષ દ્વારા અગાઉથી જ તૈયારી કરી દેવાયો છે. નવા પ્રદેશ પ્રમુખ શનિવારે લેશે પ્રમુખ તરીકેનો ચાર્જ લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચાર્જ સંભાળ્યા બાદના એક મહિનો ગુજરાતમાં પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે. તમામ ઝોન, શહેર અને જિલ્લામાં પ્રદેશ પ્રમુખના પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. જિલ્લા અને શહેરના હોદ્દેદારો સાથે બેઠક કરીને રાજ્યની તમામ નાનીથી લઇને મોટી બોડી બનાવવાની જવાબદારી આપવામાં આવશે. હાલમાં જિલ્લામાં ફક્ત જિલ્લા અને શહેર પ્રમુખ કાર્યરત છે. જિલ્લા અને શહેરમાં હજુ સુધી સંગઠનની બોડી નથી બની.
આ પણ વાંચોઃ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, ચૂંટણીનો કાર્યક્રમ થયો જાહેર
શનિવારે ચાર્જ સંભાળશે નવા પ્રદેશ પ્રમુખ
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ શનિવારે એટલે કે 4 ઓક્ટોબરે ચાર્જ સંભાળી લેશે. ચૂંટણી પરિણામ જાહેરાત થયા બાદ સાંજે કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાશે, અને નવા પ્રદેશ પ્રમુખ એ સાંજે જ કાર્યભાર સંભાળી લેશે. પદ સંભાળ્યા બાદ સંગઠનમાં બાકી રહેલા મહત્વના કામો નવા પ્રમુખ પૂર્ણ કરશે અને અમદાવાદ સહિત તમામ શહેર અને જિલ્લામાં બાકી રહેલી સંગઠન બોડીની નિમણૂક પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.
અમિત શાહ પણ હાજર રહેશે
પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ધારાસભ્યો સહિત 250થી વધારે લોકો મતદાન કરશે. છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામને લઇને ભારે સસ્પેન્સ હતું, એ સસ્પેન્સ પરથી પરદો ઉંચકાવવા જઇ રહ્યો છે. ભલે કોણ પ્રદેશ પ્રમુખ બનશે તે હાલ સ્પષ્ટ ન થયું હોય પરંતુ એટલું તો હવે સ્પષ્ટ થઇ ગયું છે કે 4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને તેના નવા પ્રદેશ પ્રમુખ મળી જશે.
કયા નામો પર ચાલી રહી છે ચર્ચા ?
ગુજરાત ભાજપના પ્રમુખ કોણ બનશે તે વિશે આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે અને વિવિધ અટકળો પણ થઇ રહી છે. નવી પસંદગીને લઈને ચારથી પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે, જેમાં જીતુ વાઘાણી, દેવુસિંહ ચૌહાણ, મયંક નાયક, જગદીશ પંચાલ,શંકર ચૌધરી, અને અર્જુનસિંહ ચૌહાણ જેવા નેતાઓના નામ રેસમાં છે. જીતુ વાઘાણી અગાઉ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદાર તથા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી આવતાં હોવાને કારણે તેઓનું નામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણ અને ઉત્તર ગુજરાત તરફથી મયંક નાયક જેવા ચહેરાઓ પણ પ્રમુખપદ માટે ચર્ચામાં છે. હવે જોવાનું છે કે ભાજપ મોવડી મંડળ કોને જવાબદારી સોંપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.