ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરમાં મેયર પદ ન મળતા કોર્પોરેટર વર્ષાબા પરમારનો હાઈવોલ્ટેજ ડ્રામા, પત્રકારોને આપી ધમકી

ગુજરાત / ભાવનગરમાં મેયર પદ ન મળતા કોર્પોરેટર વર્ષાબા પરમારનો હાઈવોલ્ટેજ ડ્રામા, પત્રકારોને આપી ધમકી

Published By: Nidhi Panchal

Last Updated: 04:34 PM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર મનપામાં મેયર પદની પસંદગીને લઈને ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે. મેયર પદ ન મળતા મહિલા કોર્પોરેટર વર્ષાબા પરમારે પત્રકારો સામે જ આક્રોશ વ્યક્ત કરતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

ADVERTISEMENT

ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદની વરણી બાદ ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. કાળીયાબીડ વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારને મેયર પદ ન મળતા તેઓ ભારે નારાજ થયા હતા. આ નારાજગી દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે વર્ષાબાએ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપ માટે પરિસ્થિતિ અસહજ બની ગઈ છે.

mayor-2

વર્ષાબા પરમાર નારાજ

માહિતી અનુસાર, મેયર પદ માટે વર્ષાબા પરમારનું નામ ચર્ચામાં હતું. જોકે અંતિમ ક્ષણે પક્ષ દ્વારા અન્ય નામ પર મહોર મારવામાં આવતા વર્ષાબા પરમાર નારાજ થયા હતા. તેઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા બાદ મીડિયા કર્મચારીઓ સામે જ આક્રોશિત બન્યા હતા. વર્ષાબાએ પત્રકારોને પ્રશ્ન કર્યો કે “તમે લોકો મારો વીડિયો કેમ ઉતારો છો?” અને સાથે પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. આ ઘટનાએ સમગ્ર વાતાવરણને તંગ બનાવી દીધું હતું.

મેયર પદ ન મળતા ગુસ્સો ઠાલવ્યો

મેયર પદ ન મળતા વર્ષાબા પરમારે પોતાનો ગુસ્સો સીધો પત્રકારો પર ઠાલવ્યો હતો. ઘટનાસ્થળે ઉપસ્થિત ભાજપના કાર્યકરો અને નેતાઓએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે થોડા સમય માટે ભાજપ કાર્યાલયમાં ભારે ગહમાગહમીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે પક્ષમાં આંતરિક અસંતોષની ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે.

mayor-3

ડેમેજ કંટ્રોલની કામગીરી શરૂ

આ ઘટનાના થોડા સમય બાદ ભાવનગર ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મીરાણીની હાજરીમાં તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સમગ્ર ઘટનાને લઈને ચર્ચા કરવામાં આવી અને પક્ષની છબીને નુકસાન ન થાય તે માટે આગેવાનો સક્રિય બન્યા હતા. ભાજપે આ મામલાને આંતરિક અસંતોષ સુધી મર્યાદિત રાખવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપ પ્રમુખ કુમાર શાહે સમગ્ર મામલે સ્પષ્ટતા

શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે સમગ્ર મામલે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે પાર્ટીમાં કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે વર્ષાબા પરમાર માત્ર ભાવનગરના પ્રભારીને મળવા માટે આવ્યા હતા. જોકે ઘટનાના વીડિયોમાં વર્ષાબાનો આક્રોશ સ્પષ્ટ દેખાતા રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા થયા છે. વિરોધ પક્ષોએ પણ આ ઘટનાને લઈને ભાજપ પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો : સુભાષબ્રિજ પાસે આ રોડ બંધ કરાયો, કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેશે

મેયર પદની પસંદગી બાદ સર્જાયેલા આ વિવાદે ભાવનગર ભાજપમાં આંતરિક ગઠબંધન અને અસંતોષની ચર્ચાઓને ફરી જીવંત બનાવી છે. ચૂંટણી પહેલા અને પછી પક્ષની અંદર ચાલી રહેલા મતભેદો હવે જાહેરમાં સામે આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે. આગામી દિવસોમાં ભાજપ આ મામલે શું વલણ અપનાવે છે અને વર્ષાબા પરમાર અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Varshaba Parmar Bhavnagar BJP Mayor Row

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ