બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નોકરી વાંચ્છુક નવયુવાનો માટે ઘર આંગણે Jobની તક, આ રીતે કરો અરજી
Last Updated: 03:04 PM, 11 November 2025
Gujarat Bharti 2025 Arvalli Bharti: અરવલ્લી જિલ્લાના નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખુશીની ખબર આવી છે. જિલ્લા પી.એમ. પોષણ યોજના કચેરી દ્વારા 11 માસની કરાર આધારીત જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝર સહિત કુલ 5 જગ્યાઓ ભરવામાં આવશે. અરજદારોને અરજી પ્રક્રિયા ઓફલાઈન કરવી રહેશે. ભરતીની જાહેરાત 11 નવેમ્બર 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે અને જાહેરાત થયાના 10 દિવસની અંદર અરજી મોકલવાની રહેશે.
ADVERTISEMENT
ભરતીમાં જિલ્લા કક્ષાએ 1 જગ્યાએ પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ 4 જગ્યાએ પી.એમ. પોષણ સુપરવાઈઝર માટે ભરતી થશે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા સંબંધિત વિગત જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના નોટિસ બોર્ડ પર ઉપલબ્ધ છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા કચેરીમાં જઈને જરૂરી લાયકાતો અને માપદંડો તપાસવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો: અન્નદાતાને રાહતનું પેકેજ! પાક નુકસાની માટે આજથી નોંધણી શરુ, આ રીતે કરાવો રજિસ્ટ્રેશન

ADVERTISEMENT
ઉમેદવારોને અરજી ફોર્મ તથા લાયકાતની શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, C/F/12, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન, મોડાસા, અરવલ્લી ખાતે રૂબરૂ મેળવી શકાશે. અરજી ફોર્મ નિર્ધારિત નમૂનામાં ભરીને સાદી ટપાલ, રજીસ્ટર પોસ્ટ A.D. અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. નિયત સમય પછી મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.