બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / gujarat assembly elections 2022 know what code of conduct rules what action can the election commission

જાણવું જરૂરી / ધર્મ-જાતિના નામે નહીં માંગી શકાય વોટ, રેલી માટે પોલીસ પરમીશન જરૂરી: ગુજરાતમાં આચાર-સંહિતા લાગુ, જાણો નિયમો

Published By: Premal

Last Updated: 12:38 PM, 4 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આખા રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.

  • વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર
  • આખા રાજ્યમાં આચાર સંહિતા લાગુ
  • જાણો, શું કહે છે આચાર સંહિતાના નિયમ?

રાજ્યમાં આચાર સંહિતા લાગુ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. જેની જાહેરાત સાથે રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે જણાવ્યું કે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થશે. પહેલા તબક્કાનુ મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનુ મતદાન 5 ડિસેમ્બરે થશે. વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે આવશે. 

મૉડલ કોડ ઑફ કન્ડક્ટ (એમસીસી) રાજકીય પાર્ટીઓને નીતિગત નિર્ણયોની જાહેરાત કરતા રોકે છે. ભારતના ચૂંટણી પંચ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતા જ આદર્શ આચાર સંહિતા લાગુ થાય છે. આવો જાણીએ આચાર સંહિતાના નિયમ શું કહે છે.

આચાર સંહિતાના નિયમ શું છે? 

  1. ચૂંટણી આચાર સંહિતા લાગુ થયા બાદ ઘણા નિયમ પણ લાગુ થાય છે. જેની અવગણના કોઈ પણ રાજકીય પક્ષ અથવા રાજનેતા કરી શકતા નથી. 
  2. આ દરમ્યાન જાહેર નાણાનો ઉપયોગ કોઈ વિશેષ રાજકીય પાર્ટી અથવા નેતાને ફાયદો પહોંચાડવા માટે નહીં થાય.
  3. સરકારી ગાડી, સરકારી વિમાન અથવા સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવશે નહીં.
  4. કોઈ પણ પ્રકારની સરકારી જાહેરાત, લોકાર્પણ અને શિલાન્યાસ વગેરે નહીં થાય.
  5. કોઈ પણ રાજકીય પક્ષ, ઉમેદવાર, નેતા અથવા સમર્થકોએ રેલી કરતા પહેલા પોલીસ પાસે પરવાનગી લેવી પડશે.
  6. કોઈ પણ ચૂંટણી રેલીમાં ધર્મ અથવા જાતિના નામે મત માંગવામાં નહીં આવે. 
     

સંકળાયેલા મુદ્દાઓ

Election Commission Gujarat elections 2022 Model Code of Conduct આચાર સંહિતા Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ